Not Set/ હાર બાદ રાહુલ ગાંધીની પહેલી પ્રેસ કોન્ફરન્સ, મોદીજીને આપ્યા જીતનાં અભિનંદન…..

દેશમાં કારમી હાર બાદ દિલ્હીમાં કોંગ્રેસ ભવન ખાતેથી રાહુલ ગાંધીએ ભાજપ અને PM મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તો સાથે સાથે કોંગ્રેસ કાર્યકરોને હિમંત ન હારવા સુચન કર્યું હતું. તો અમેઠીમાંથી જીત બદલ સ્મૃતિ ઇરાનીને પણ અભિનંદન આપ્યા હતા અને અમેઠીની જનતાનો આભરમાની તેમનો ફેંસલો માથે ચડાવ્યો હતો. રાહુલ દ્રારા આ મામલે વધુ વાત ચીત કરવાનું […]

Top Stories India Politics

દેશમાં કારમી હાર બાદ દિલ્હીમાં કોંગ્રેસ ભવન ખાતેથી રાહુલ ગાંધીએ ભાજપ અને PM મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તો સાથે સાથે કોંગ્રેસ કાર્યકરોને હિમંત ન હારવા સુચન કર્યું હતું. તો અમેઠીમાંથી જીત બદલ સ્મૃતિ ઇરાનીને પણ અભિનંદન આપ્યા હતા અને અમેઠીની જનતાનો આભરમાની તેમનો ફેંસલો માથે ચડાવ્યો હતો.

રાહુલ દ્રારા આ મામલે વધુ વાત ચીત કરવાનું ટાળતા જણાવાયું કે આજનો દિવસ જનતા જનાર્દનોનાં ફેંસલાનાં દિવસ છે અને હું તેમનાં ફેંસલાનું સન્માન કરું છું. તો સાથે સાથે ચર્ચા માટે આવનારા દિવસોમાં વાત કરવાની વાત કહી રાહુલે હાર-જીત પર ચર્ચાનો અવકાશ આવનારા દિવસો માટે ખુલ્લો રાખ્યો હતો.

આપનો જણાવી દઇએ કે માહજંગ – 2019માં કોંગ્રેસ અનેક રાજ્યમાં ખાતું પણ ખોલી શકી નથી. આ રાજ્યોમાં 14 જેટલા રાજ્યોનો સમાવેશ થાય છે. તો બાકીનાં અમુક રાજ્યોમાં એક-બે-બસ…… કોંગ્રેસનાં ગણ્યાગાંઠ્યા નેતાઓ સિવય કોંગ્રેસનાં તમામ દિગ્ગજ નેતા હાર્યા છે હારેલા મહારથીમાં ખુદ રાહુલનો પણ સમાવેશ થાય છે.