કોંગ્રેસનાં સુપડા સાફ થઇ ગયા તે હકીકત છે. પરંતુ આ હદે સાફ થઇ ગયા તે અશ્ચર્ય જનક હકીકત છે. કોંગ્રેસ આ ચૂંટણીમાં પોતાની રણનીતિમાં સંપૂર્ણ નિષ્ફળ નિવડી એવુ કહેવું બીલકુલ ખોટું નથી. કારણ કે કોંગ્રેસનાં તમામ મોટા નેતા હારી ગયા છે. મોદીની સુનામીએ કોંગ્રેસનાં સુપડા સાફ કર્યા કરતા પણ કઇક વિશેષ કરી નાખ્યું છે. જી હા કોંગ્રેસે પાંચ પૂર્વ સીએમને ટિકીટો આપી હતી, તે તમામ સીએમ હારી ગયા. આ તો કઇ નથી.

જે નેતા પર કોંગ્રેસે પ્રદેશ સર કરવાની જવાબદારી મુકી હતી, તે તમામ નેતા પોતે જ પોતાનો પ્રદેશ બચાવવામાં ઠામુકા નિષ્ફળ રહ્યા છે. સૌથી મોટી વાત તો તે છે કે, કોંગ્રેસને દેશભરમાં ઉભી કરવાની જેના પર જવાબદારી હતી. તે કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જ પોતાની પરંપરાગચત બેઠક ન બચાવી શક્યા. તમે બરાબર જ વિચારી રહ્યા છો, રાહુલ ગાંધીની જ વાત થઇ રહી છે. ભલે રાહુલ ગાંધી સસંદમાં તો જશે જ કારણ વાયનાડની બેઠક પરથી જીત્યા છે. પરંતુ વાયનાડની જીત પણ ” ગઢ આયા પર સિંહ ગાય” કહાવત સમી કહી શકાય. બેઠક આવી સંસદ બન્યા પણ કોંગ્રેસનાં આ સિંહની અમેઠીની પરંપરાગત બેઠક પર હાર થતા આબરુ તો ગઇ જ ગઇ.

અમેઠી એટલે યુપી અને યુપીની વાત કરવામાં આવે તો કોંગ્રેસે યુપીની જવાબદારી સોંપી હતી, તે ત્રણેય નેતા નિષ્ફળ તો ગયા જ છે. યુપીમાં કોંગ્રેસનો સફાયો જ આવાતની ચાળી ખાય છે. આ ત્રણ નેતામાં યુપી કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બર, યુપી પૂર્વનાં પ્રભારી પ્રિયંકા ગાંધી અને યુપી પશ્ચિમનાં પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધ્યાનો સમાવેશ થાય છે. પ્રદેશ જીતવાની જવાબદારી હતી, તે યુપી કોંગ્રેસ પ્રમુખ રાજ બબ્બર ખુદ પોતાની બેઠક ફતેપુર સિકરી પરથી હારી ગયા છે. યુપીનાં બીજા પ્રભારી, બીજા યુપી પ્રભારી આટલા માટે કે એક તો ચૂંટણી લડ્યા જ નથી. આમ તો એમ પણ કહેવાય કે પ્રિયંકા ગાંધીએ ન લડી કમસે કમ વ્યક્તિ ગત આબરુ તો જાળવી. તો યુપીનાં બીજા પ્રભારી જ્યોતિરાદિત્ય સિધ્યા પણ પોતાની પરંપરાગત બેઠક મધ્ય પ્રદેશની ગુના બેઠક પરથી ખરાબ રીતે હાર્યા છે. સિધ્યાને તેના જ ચેલા સમાન અને એક સમયે ચાહક ગણાતા ભાજપનાં ઉમેદવારે હરાવ્યા છે. એ પણ મહત્વનું છે કે ગુના બેઠક 1970થી સિંદધ્યા પરિવારનો ગઢ ગણાતો હતો અને સિધ્યા પરિવારનાં સભ્ય ક્યારે પણ હાર્યા નહોતા.
આચ્છા, જેમને કર્ણાટક સોંપવામાં આવ્યું હતું. તે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સંસદમાં વિરોધ પક્ષનાં નેતા મલ્લિકાર્જુન ખડગે પણ ગુલર્બગની બેઠક પર હાર્યા છે. તો કર્ણાટકની તો વાત જ શું કરવી રહી. મધ્ય પ્રદેશ પર નજર કરવામાં આવે તો મધ્યપ્રદેશ કોંગ્રેસનાં કદાવર નેતા અને મધ્ય પ્રદેશ પૂરાને જીત આપવાની જવાબદારી જેમનાં પર હતી તે દિગ્ગવિજયસિંહ પર હારી ગયા છે. ભોપાલનાં ખરાખરીનાં જંગમાં દિગ્ગવિજયને મોટા પ્રમાણમાં માર્જીન સાથે હારનો સામનો કરવાનો આવતાની સાથે સાથે તે પોતાની બેઠક પણ બચાવી શક્યા નથી.

હિરાયાણામાં હુડ્ડા પરિવાર પર કોંગ્રેસને ફરી સ્થાપિત કરવાની જવાબદારી હતી તે ભૂપેન્દ્રસિંહ હુડ્ડાને પણ હારનો સામનો કરવો પડ્યો છે. સોનીપત બેઠક પર ખુદ હુડ્ડા હારતા હરિયાણામાં શું સ્થિતિ છે તે તો બધા જાણે જ છે. તો દિલ્હીમાં જેના પર દામોદાર હતો તે શીલા દિક્ષીતની પણ હુડ્ડા જેવી સ્થિતિ થઇ ગઇ અને ભાજપે હરિયાણા અને દિલ્હીમાં ક્લિન સ્વાઇપ મારી દીધી છે.

તમામની વચ્ચે ગુજરાત કેમ ભૂલી શકાય અને ગુજરાતમાં પણ આવી જ હાવતા જોવા મળી છે. કોંગ્રેસને વિજય અપાવવા માટે નિકળેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાતનાં વિધાનસભાના વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીને ગુજરાતમાં જીત તો પછીની વાત છે પણ પોતાની બેઠક બચાવવાના પણ ફાંફા થઇ પડ્યા હતા. કોંગ્રેસનાં આ બનેંં નેતા ગુજરાત તો ઠીક પોતાની બેઠક પણ ન જીતી શક્યા.
