Not Set/ દિગ્વિજય સિંહને હાર મળશે તો જીવતા સમાધી લેવાના વાયદા કરનાર સ્વામીજીને મળી આ સજા, જાણો

લોકસભાની ચૂંટણીમાં ઘણા દિગ્ગજો મેદાન મારવાનું વિચારી રહ્યા હતા, જે હવે પરિણામ બાદ ગાયબ થઇ ગયા છે. ત્યારે તમને યાદ અપાવી દઇએ કે, આ લોકસભાની ચૂંટણી પૂર્વે ભોપાલથી કોંગ્રેસનાં ઉમેદવાર દિગ્વિજય સિંહની જીતને લઇને સ્વામી વૈરાગ્યાનંદ એ હવન પૂજન કર્યા હતા. અને ખાસ તેમણે એક નિવેદન આપ્યુ હતુ કે જો દિગ્વિજય સિંહ લોકસભાની ચૂંટણી હારી […]

Top Stories India

લોકસભાની ચૂંટણીમાં ઘણા દિગ્ગજો મેદાન મારવાનું વિચારી રહ્યા હતા, જે હવે પરિણામ બાદ ગાયબ થઇ ગયા છે. ત્યારે તમને યાદ અપાવી દઇએ કે, આ લોકસભાની ચૂંટણી પૂર્વે ભોપાલથી કોંગ્રેસનાં ઉમેદવાર દિગ્વિજય સિંહની જીતને લઇને સ્વામી વૈરાગ્યાનંદ એ હવન પૂજન કર્યા હતા. અને ખાસ તેમણે એક નિવેદન આપ્યુ હતુ કે જો દિગ્વિજય સિંહ લોકસભાની ચૂંટણી હારી જશે તો હુ જીવતા સમાધી લઇશ.

પરિણામ હવે આવી ગયુ છે અને દેશની જનતાએ ભોપાલથી ભાજપની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને જીતાડી છે ત્યારે હવે શું સ્વામીજી જીવતા સમાધી લેશે કે નહી તે સવાલ ઉભો થયો છે. મળી રહેલી માહિતી અનુસાર સ્વામીજી સમાધી નથી લેવાના પરંતુ તેમના કરેલા વાયદાઓને કારણે તેમને એક મોટી સજા મળતા અખાડાએ શનિવારે મહામંડલેશ્વર પદથી તેમની છટણી કરી દીધી છે. ભોપાલથી ભાજપની ઉમેદવાર રહેલી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને કોંગ્રેસથી ઉમેદવાર દિગ્વિજય સિંહ વચ્ચે વોટનો તફાવત પણ ઘણો રહ્યો છે, જે બતાવે છે કે જનતાને દિગ્વિજય નહી પણ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર વિશ્વાસ છે.

સ્વામી વૈરાગ્યનંદથી નારાજ ચાલી રહેલા નિરંજન અખાડાએ શનિવારે મહામંડલેશ્વર પદથી તેમની છટણી કરી દીધી છે. નિરંજની અખાડેનાં મહામંડલેશ્વર વૈરાગ્યનંદ ગિરી મહારાજ મહારાષ્ટ્રનાં સંત છે. લોકસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની જીત માટે અને ભાજપની ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની હાર માટે 5 ક્વિટલ લાલ મરચાથી હવન કર્યુ હતુ. આજે સ્થિતિ એવી બની છે કે, લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયુ છે અને જેમા દિગ્વિજય સિંહને હાર મળી છે ત્યારે સોશિયલ મીડિયામાં સ્વામી વૈરાગ્યનંદ ગિરી મહારાજને ઘણો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વળી, પંચાયતી નિરંજની અખાડેએ સ્વામી વૈરાગ્યનંદ ગિરીની વિરુદ્ધ કડક પગલુ ઉઠાવતા અખાડાથી મહામંડલેશ્વર પદથી તેમની છટણી કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપને દેશભરમાંથી વોટોનો વરસાદ થયો છે. ભાજપની આ જીતને ઐતિહાસિક જીત લોકો માની રહ્યા છે. એક સમયની મજબુત પાર્ટી કોંગ્રેસ દેશનાં ઘણા રાજ્યોમાં ખાતુ પણ ખોલવામાં સફળ રહી નહી.