લોકસભાની ચૂંટણીનાં પરિણામને હજુ ત્રણ દિવસ થયા છે અને દેશમાં ગૌરક્ષાનાં નામ પર ગુંડાગર્દી શરૂ થઇ ગઇ છે. જેનો વીડિયો પણ હવે સામે આવ્યો છે. મધ્ય પ્રદેશનાં સિવનીમાં અમુક લોકોનાં બીફ લઇ જવાની સૂચના મળતા સ્થાનિક ગુંડાઓએ ત્રણ લોકોને ઢોર માર માર્યો હતો. તેટલુ જ નહી આ ગુંડાઓએ જબરદસ્તી જય શ્રીરામનાં નારા પણ લગાવ્યા. વીડિયો સામે આવતા AIMIM નાં અધ્યશ્ર અસદુદ્દીન ઔવૈસીએ મોદી સરકાર પર નિશાનો સાધ્યો પ્રતિક્રિયા આપી છે.

ઔવૈસીએ એક ટ્વીટ કરતા લખ્યુ, “એક નવા ભારતમાં આ રીતે મોદીનાં મતદાતાઓ દ્વારા બનાવવામાં આવેલ વિજિલેંટ મુસલમાનોની સારવાર કરી રહ્યા છે.” મધ્ય પ્રદેશનાં સિવનીમાં આ ગુંડાઓને કોઇ જગ્યાએથી જાણકારી મળી હતી કે, કોઇ રિક્ષામાં બે યુવક અને એક મહિલા પોતાની સાથે બીફ લઇને જઇ રહ્યા છે. જે જાણ્યા બાદ આ ગુંડાઓ ક્રોધે ભરાઇ ગયા અને લાકડી-ડંડા લઇને તે લોકો પર તૂટી પડ્યા. યુવકોની સાથે આ ગુંડાઓએ દરેક હદો વટાવી દીધી.
This is how Muslims are treated by Vigilantes created by Modi voters welcome to a New India which will Inclusive and as @PMOIndia said Secularism Ka Niqaab …… https://t.co/Cy2uUUTirk
— Asaduddin Owaisi (@asadowaisi) May 24, 2019
એક યુવકને આ લોકોઓએ ઝાડથી બાંધી દીધો અને બે ગુંડાઓએ તેનો હાથ પકડી લીધો અને પછી તેના પર લાકડીઓનો વરસાદ શરૂ કરી દીધો. માર સહન ન કરી શકતા યુવાને જોર જોરથી બુમો પાડી, દયા કરો કહેતો રહ્યો, રહેમની ભીખ માંગી પરંતુ આ ગુંડાઓ તેને સાંભળ્યા વિના મારતા જ રહ્યા. કોઇ પ્રાણીઓને પણ ન મારે તે રીતે આ ગુંડાઓ યુવકને મારતા રહ્યા. ઝાડથી બાંધીને પણ આ ગુંડાઓનું મન ન ભરાયુ તો તે યુવકને જમીન પર પાડી એકવાર ફરી તેને મારવા લાગ્યા. એક તરફ ડંડા પડી રહ્યા અને બીજી તરફ મોંઢેથી ગાળોનો વરસાદ આ વચ્ચે જેની પાસે લાકડીઓ નહોતી તે લાતોથી મારવા લાગ્યા. જેને જે રીતે ફાવ્યુ તે રીતે યુવકોને મારવાનું ચાલુ જ રાખ્યુ.

જ્યારે એક યુવકને મારી મારીને અધમરો કરી દીધો ત્યારે આ ગુંડાઓએ બીજા યુવકને પકડ્યો અને તેને પણ આ રીતે મારી મારી અધમરો બનાવી દીધો. તેટલુ જ નહી આ ગુંડાઓ તેનાથી પણ શાંત ન થયા તો તેમણે આ યુવકોની સાથે પકડમાં આવેલી મહિલાને તેમના જ સાથીઓ દ્વારા ચપ્પલથી માર મરાવ્યો. સાથે આ ગુંડાઓએ જબરદસ્તી આ લોકોને જય શ્રીરામનાં નારા લગાવવા કહ્યુ. આ સમગ્ર મામલાનો વીડિયો હવે સામે આવી ગયો છે અને પોલીસે આ અંગે તપાસ શરૂ કરતા આરોપીઓની ધરપકડ કરી છે. ઘટના સામે આવતા દેશમાં ફરી એકવાર ગૌરક્ષાનાં નામ પર ગુંડાઓને જાણે છુટા મુકી દેવામાં આવ્યા છે. જોવાનું રહેશે કે આ રીતે ગૌરક્ષાનાં નામ પર ચાલી રહેલી ગુંડાગર્દી આવતા સમયમાં કેવુ સ્વરૂપ લે છે.
