ગુજરાત સરકાર દ્રારા ગુજરાતના મુખ્ય સચિવનો કાર્યકાળ વધારવાની વિધિવત રીતે કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવી છે. ગુજરાતનાં મુખ્ય સચિવ જે.એન.સિંઘનો કાર્યકાળ પુરો થઇ રહ્યો છે. ત્યારે છ માસ માટે ફરજનો કાર્યકાળ વધારવા માટે રાજ્ય સરકારે કેન્દ્રને ભલામણ કરી છે. તો મુખ્ય સચિવને કાર્યકાળમાં છ મહિનાનું એક્સ્ટેંશન નિશ્ચિત રીતે મળી શકે તેવું જોવામાં આવી રહ્યું છે.
દરખાસ્ત પર બે-ત્રણ દિવસમાં જ કેન્દ્ર સરકાર લીલી ઝંડી આપી શકે છે. ગુજરાત સરકાર પણ મુખ્ય સચિવનો કાર્યકાળ લંબાવવાની તરફેણમાં છે, તો સામે કેન્દ્ર સરકાર પણ એક્સ્ટેંશન આપવાના મૂડમાં હોવાથી નરેન્દ્ર મોદીની સરકાર શપથવિધિ બાદ ગુજરાતનાં મુખ્ય સચિવ અંગે નિર્ણય લે તેવી સંભાવના જોવાઇ રહી છે. જો છેલ્લી ઘડીએ એક્સ્ટેંશન ન મળે તો, નવા મુખ્ય સચિવની રેસમાં અરવિંદ અગ્રવાલ અને અનિલ મુકીમનાં નામો ચર્ચામાં સૌથી આગળ છે.
