Not Set/ ટેકનિકલ ખામીનાં કારણે લંડનમાં ફસાયુ એર ઈન્ડિયાનું વિમાન

એર ઈંન્ડિયાનું વિમાન લંડનથી દિલ્હીની ઉડાનની સેવા પૂરી પાડે છે પરંતુ મળી રહેલી માહિતી અનુસાર એર ઈંન્ડિયાનું વિમાન છેલ્લા બે દિવસથી લંડનનાં હીથ્રો હવાઈમથક પર ફસાયુ છે. જેનુ કારણ એર ઈંન્ડિયામાં આવેલી ટેકનિક ખામી બતાવવામાં આવે છે. વિમાન નંબર એઆઇ 162ને સ્થાનિક સમયાનુસાર દિલ્હી માટે સવારે 9 વાગ્યાને 47 મિનિટ(ભારતીય સમયાનુસાર બપોરે 3.15 વાગ્યે) પર […]

Top Stories World

એર ઈંન્ડિયાનું વિમાન લંડનથી દિલ્હીની ઉડાનની સેવા પૂરી પાડે છે પરંતુ મળી રહેલી માહિતી અનુસાર એર ઈંન્ડિયાનું વિમાન છેલ્લા બે દિવસથી લંડનનાં હીથ્રો હવાઈમથક પર ફસાયુ છે. જેનુ કારણ એર ઈંન્ડિયામાં આવેલી ટેકનિક ખામી બતાવવામાં આવે છે. વિમાન નંબર એઆઇ 162ને સ્થાનિક સમયાનુસાર દિલ્હી માટે સવારે 9 વાગ્યાને 47 મિનિટ(ભારતીય સમયાનુસાર બપોરે 3.15 વાગ્યે) પર ઉડાન ભરવાની હતી. જે ટેકનિકલ ખામીને કારણે ઉડાન ન ભરી શકી.

લંડનમાં ફસાયેલા યાત્રીઓ એર ઈંન્ડિયાની સર્વિસને લઇને હવે સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે એર ઈંન્ડિયાનાં સુત્રોએ જણાવ્યુ કે, “એર ઈંન્ડિયાની લંડનમાં હાજર ઈંજિનિયરીંગ ટીમે હીથ્રો હવાઈમથક પર ઉભા રહેલા વિમાનનું નિરીક્ષણ કર્યુ છે. ટીમ જરૂરી ઉપકરણોની સાથે મુંબઇથી રવાના થઇ ગઇ છે.” વિમાન કેટલા સમય બાદ ત્યાથી ઉડાન ભરશે તે વિશે હાલમાં કોઇ માહિતી નથી. વિમાનનાં ઉડાન ન ભરવાને કારણે યાત્રીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જો કે યાત્રીઓને હોટલમાં સ્ટે કરાવવામાં આવ્યા છે. સુત્રોનાં જણાવ્યા મુજબ વિમાનની મરમ્મત કરવા માટે મુંબઇથી વિમાન લંડન જવા રવાના થઇ ગયુ છે પરંતુ તેમા પણ ટેકનિકલ ખામી આવવાનાં કારણે તેને દુબઇમાં લેન્ડ કરવામાં આવ્યુ છે. આ કારણે હવે કહેવુ મુશ્કેલ છે કે લંડનથી વિમાન ક્યારે ઉડાન ભરશે. અત્યાર સુધીમાં વિમાનને 48 કલાકથી પણ વધુ સમય વિતિ ચુક્યો છે, પરંતુ હજુ કહેવુ મુશ્કેલ બની રહ્યુ છે કે તે લંડનથી ક્યારે ઉડાન ભરશે.

યાત્રીઓમાં ગુસ્સો, સર્વિસ પર ઉઠ્યા સવાલો

એર ઈંન્ડિયાનું વિમાન લંડનથી દિલ્હીની સેવા પૂરી પાડે છે, પરંતુ હવે તેની ક્ષમતા પર સવાલો ઉભા થવા પામ્યા છે. લંડનથી દિલ્હી આવી રહેલા યાત્રીઓ ફ્લાઇટમાં આવેલી ટેકનિકલ ખામીનાં કારણે ભારે ગુસ્સામાં દેખાઇ રહ્યા છે. યાત્રીઓનું કહેવુ છે કે, તેઓ બિઝનેસ મીટિંગ, લગ્ન અને અન્ય જરૂરી કામોને લઇને ભારત જઇ રહ્યા હતા પરંતુ હવે જવાનો કોઇ ફાયદો નથી. યાત્રીઓનું કહેવુ છે કે, અમને વિમાનમાં આવેલી ખામી વિશે કહેવામાં આવ્યુ નથી, તેટલુ જ નહી પણ વિમાન ક્યારે ઉડાન ભરશે તે પણ ઓથોરિટી જણાવી રહી નથી. એર ઈંન્ડિયા આ વિલંબ પર પોતાની શું પ્રતિક્રિયા આપે છે તે હવે જોવુ રહ્યુ.