ICC વિશ્વ કપની બીજી મેચ પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામે ટ્રેંટ બ્રિઝનાં મેદાનમાં ચાલી રહી છે. જ્યા વેસ્ટ ઈન્ડિઝનાં કેપ્ટન જેસન હોલ્ડરે ટોસ જીતી પહેલા બોલીંગનો નિર્ણય લીધો હતો. ટોસ હાર્યા બાદ મેદાનમાં પહેલા બેટીંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની પૂરી ટીમ માત્ર 21.4 ઓવરમાં 105 રન પર ઢેર થઇ ગઇ હતી. વેસ્ટ ઈન્ડિઝને જીત માટે 50 ઓવરમાં 106 રનનો લક્ષ્ય મળ્યો છે.
https://twitter.com/cricketworldcup/status/1134368669604167681
ICC ક્રિકેટ વિશ્વ કપ 2019 ની બીજી મેચમાં, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ નોટિંગમનાં ટ્રેંન્ટ બ્રિજ ગ્રાઉન્ડ પર રમી રહી છે. જ્યા ટોસ જીતી વેસ્ટ ઈન્ડિઝ કેપ્ટને પાકિસ્તાનને પહેલા બેટીંગ કરવા આમંત્રણ આપ્યુ હતુ. જ્યા પહેલા બેટીંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની પૂરી ટીમ માત્ર 105 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. પાકિસ્તાનની ટીમ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મથી જઝુમી રહી છે. વિશ્વ કપમાં ઉતર્યા પહેલા પાકિસ્તાનની ટીમ સળંગ 10 વન ડે મેચો હારી ચુકી હતી. તો બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં ઘણા સમયતી સુધારો જોવા મળી રહ્યો છે.
https://twitter.com/cricketworldcup/status/1134397487752589313
પહેલા બેટીંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમને પહેલો ઝટકો ઇમામ-ઉલ-હકનાં રૂપમાં થયો હતો, ત્રીજા ઓવરની છેલ્લી બોલ પર, ઝડપી બોલર શેલ્ડન કોટરેલે તેને વિકેટકીપર શાઇ હોપનાં હાથે આઉટ કરાવ્યો હતો. ઇમામનાં આઉટ થયા બાદ ટીમમાં વિકેટોની લાંબી લાઇન લાગી ગઇ હતી. ઈમામે 11 બોલમાં ફક્ત 2 રન ફટકાર્યા હતા. ત્યારબાદ ફખર જમા (22 રને) આઉટ થતા વેસ્ટ ઈન્ડિઝને બીજી સફળતા મળી હતી.
