Not Set/ જાણો શું કહ્યું દેશનાં જાણીતા જ્યોતિષ શાસ્ત્રીએ આ વખતનાં ચોમાસા વિશે

ભારતભરમાં હાલ ગરમીનો પારો સુપરથી ઉપર જોવા મળી રહ્યો છે. દેશનાં મોટા ભાગનાં વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. લોકો જાણે રીતસરનાં તાપમાં સેકાઇ રહી છે. ત્યારે દરેકનાં મનમાં એક જ માંગ ઉઠી રહી છે. હવે વરસાર આવે તો સારૂ વરસાદની લોકો તો માંગ કરી જ રહ્યા છે, પરંતુ આવો જોણીએ કે દેશનાં પ્રખ્યાત […]

Top Stories Gujarat India Others

ભારતભરમાં હાલ ગરમીનો પારો સુપરથી ઉપર જોવા મળી રહ્યો છે. દેશનાં મોટા ભાગનાં વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. લોકો જાણે રીતસરનાં તાપમાં સેકાઇ રહી છે. ત્યારે દરેકનાં મનમાં એક જ માંગ ઉઠી રહી છે. હવે વરસાર આવે તો સારૂ વરસાદની લોકો તો માંગ કરી જ રહ્યા છે, પરંતુ આવો જોણીએ કે દેશનાં પ્રખ્યાત હવામાન જ્યોતિષ શાસ્ત્રીનું શું માનવું છે.

ભારતના અનેક ભાગમાં આવતી 8થી 10 જૂન સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હવામાન જ્યોતિષ શાસ્ત્રી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તો આંબાલાલ પટેલે ગુજરાતમાં વર્ષ 2019માં ચોમાસુ સારૂં રહેવાની આશા વ્યક્ત કરી છે. ગત વર્ષે રાજ્યમાં 34 ઇંચ સરેરાશ વરસાદ નોંધાયેલો છે. જે જળવાઇ રહેવાની હવામાન જ્યોતિષ શાસ્ત્રી આંબાલાલએ આશા દર્શાવી છે. જુલાઇનાં બીજા સપ્તાહમાં ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતના કેટલાંક ભાગમાં સારો વરસાદ થવાની આગાહી હવામાન જ્યોતિષ શાસ્ત્રી આંંબાલાલ પટેલે દર્શાવી છે. ગુજરાતમાં સૌરાષટ્રના અમરેલી અને જૂનાગઢના ભાગમાં સારા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. એકંદરે આ વર્ષે ભારત અને ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી વ્યકત્તત કરવામાં આવી છે.

મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગમાં 15 થી 20 જૂન સુધીમાં વરસાદ થશે. જૂન 4 થી 6 દરમિયાન ગુજરાતના કેટલાંક ભાગમાં આંધી સાથે વરસાદની સંભાવના છે. વર્તમાન સ્થિતિને જોતાં 6 જૂન સુધીમાં ઉત્તરભારતના દિલ્હી-પંજાબ અને હરિયાણા રાજ્યમાં વરસદા થતાં મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે. ગુજરાતમાં 8 જૂન થી દરિયાઇ પવનના કારણે મહત્તમઉ,ણતામાનમાં ઘટાડો થશે. પરિણામે ગરમીમાં રાહત અનુભવાશે. જુલાઇના બીજા સપ્તાહમાં ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતના કેટલાંક ભાગમાં સારો વરસાદ થવાની આગાહી પણ હવામાન જ્યોતિષ શાસ્ત્રીએ દર્શાવી છે. ગુજરાતમાં સૌરાષટ્રના અમરેલી અને જૂનાગઢના ભાગમાં સારા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. એકંદરે આ વર્ષે ભારત અને ગુજરાતમાં સારો વરસાદ થવાની આગાહી વ્યકત્તત કરવામાં આવી છે.