શિક્ષણ જગતને કલંકિત કરતી વધુ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતનાં ઉમરવાડા વિસ્તારમાં શિક્ષક દ્વારા એક વિદ્યાર્થીનીની છેડતી કર્યાનો આરોપ લગાવવામા આવતા ચકચાર મચી જવા પામ્યો છે. શહેર સહિત સમગ્ર રાજ્યમાં ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. સુરતમાં ઘટનાની વાત વાયુવેગે પ્રસરી જતા મોટી સંખ્યમાં સ્થાનીક લોકો ભેગા થયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આરોપી શિક્ષક જીતુને લઈ જતી વખતે સ્થાનિકોએ પોલીસની ગાડી ઉપર પથ્થરમારો પણ કર્યો હતો. જો કે હાલ આરોપી શિક્ષક પોલીસ ગિરફ્તમાં છે અને તેની ઉપર છેડતી સહિત પોસ્કો એક્ટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઘટનાની વાત કરવામા આવે તો, સુરતનાં ઊમરપાડા ખાતે આવેલા શાળા નંબર 190 માં આજે શાળા સત્રનો પહેલો દિવસ હતો. પરંતુ શાળામાં ભણતી ધોરણ 4ની વિદ્યાર્થિનીએ શાળામાં જવાની ના પાડી દેતા માતા પિતા ચિંતામાં મુકાયા હતા. જ્યારે વાલીઓએ પોતાની દીકરીને દબાણ પૂર્વક આ અંગે પૂછ્યું, ત્યારે જે બાબત પોતાના માતા-પિતા સામે બાળકીએ મૂકી તે સાંભળીને માતા-પિતા ઉપર આભ તૂટી પડ્યુ હતુ.

બાળકીએ જણાવ્યું હતું કે વેકેશન પહેલા જ્યારે પરીક્ષાનો સમય ચાલી રહ્યો હતો. ત્યારે શિક્ષક જીતુએ તેની સાથે છેડતી કરી હતી અને આજ કારણ છે કે શાળા શરૂ થવા છતાં તે શાળા જવા માંગતી નથી. ઘટનાની જાણ માતા-પિતા અને તેના સંબંધીઓ અને સ્થાનિકોને થતા શાળા ઉપર પહોંચી ગયા હતા અને જબરજસ્ત વિરોધ નોંધાવ્યો હતો. ગુરૂ-શિષ્યના સંબંધને કલંકિત કરતી આ ઘટનાનો રોષ સ્થાનિકોમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તરત જ સ્કૂલ ખાતે પહોંચી ગઈ હતી લોકોમાં એટલી હદે રોષ હતો કે જ્યારે પોલીસ આરોપી શિક્ષક જીતુને લઇ જઇ રહી હતી ત્યારે લોકોએ પોલીસની ગાડી ઉપર પણ પથ્થરમારો કર્યો હતો જેમાં સ્કૂલની વિદ્યાર્થી ને પણ પથ્થરમારા માં ઇજા થઇ હતી.
ઘટનાની જાણ થતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રમુખ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની તપાસ કરી આરોપી શિક્ષકને બરખાસ્ત કરવાની વાત કરી હતી..માતા-પિતા પોતાના બાળકો માટે સુરક્ષિત સ્થળ ઘર સિવાય સ્કૂલને માને છે જ્યારે સ્કૂલમાં આવી ઘટના બને ત્યારે સ્વાભાવિક છે કે માતા-પિતા માં ભારે રોષની લાગણી ઉત્પન્ન થાય, જોકે આ પ્રથમ ઘટના નથી જ્યારે શિક્ષક દ્વારા કોઈ બાળકી ઉપર અડપલાનો બનાવ બન્યો હોય આજ કારણ છે કે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ મામલા સમાજમાં ગંભીર સ્થરે પહોંચી ગયેલા જોવા મળી રહ્યા છે તે સમાજ માટે ખતરાની ઘંટડી સમાન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
