ભારતમાં આજે પણ બાઇકની ખરીદી કરતો વર્ગ સૌથી વધુ જોવા મળે છે, તે જ કારણ છે કે કારનાં વેચાણમાં મંદીનો માહોલ બની રહ્યો છે. આ વચ્ચે ઘણી મોટી કંપનીઓ પોતાની કાર પર મોટુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. Hyundaiની આ અમુક કાર છે કે જેમાં કંપની ડિસ્કાઉન્ટ આપી રહી છે.
Hyundai Santro

લેટેસ્ટ જનરેશનવાળી Santroનો મુકાબલો સીધો Tata Tiago, Meruti Celerio, Datson Go અને Maruti Suzuki Wagon R થી છે. જે 1.1 લીટર પેટ્રોલ એન્જિન 69hp જનરેટ કરે છે અને CNGમાં 59hpનો પાવર મળે છે. ડીલર્સ આ કાર પર લગભગ 40 હજાર રૂપિયાનો લાભ ગ્રાહકોને આપી રહ્યા છે.
Hyundai Xcent

Xcentનો સીધો મુકાબલો Maruti DZire અને Honda Amazeથી છે. આ કાર 1.2 લીટર પેટ્રોલ અને ડીઝલ એન્જિનની સાથે આવે છે. આ કારની રેંજ પર 1.1 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. જો કે આ ડીલર્સનાં સ્ટોક પર નિર્ભર કરે છે.
Hyundai Grand i10

Hyundai ની Grand i10 વર્ષ 2013થી સેલમાં છે, અને નવા મોડલને આવતા મહિને ઉતારવામાં આવી શકે છે. આ વચ્ચે Hyundai નાં ડીલર્સ Grand i10નાં પેટ્રોલ અને ડીઝલ બંન્ને વેરિએટ્સ પર 1 લાખ રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. આ કારનો મુકાબલો Ford અને Maruti Suzukiની Swift સાથે છે.
Hyundai Verna

લેટેસ્ટ જનરેશનવાળી Verna ચાર એન્જિન ઓપ્શન 100hp 1.4 પેટ્રોલ, 90hp 1.4 ડીઝલ, 123hp 1.6 પેટ્રોલ અને એક 128hp 1.6 ડીઝલમાં આવે છે. આનો સીધો મુકાબલો Honda City, Maruti Ciaz અને Toyota Yarisથી છે. આ કાર પર ડીલર્સ 60 હજાર રૂપિયા સુધીનો લાભ ગ્રાહકોને આપી રહી છે.
Hyundai i20, i20 Active

આ બંન્ને કારો પર કંપની 35 હજાર રૂપિયા સુધીનો લાભ ગ્રાહકોને આપી રહી છે. બંન્ને મોડલ 83hp, 1.2 લીટર પેટ્રોલ અને 90hp, 1.4 લીટર ડીઝલ એન્જિનની સાથે આવે છે. Hyundai i20નો મુકાબલો Honda Jazz, Meruti Baleno અને હાલમાં લોન્ચ થયેલી Toyota Glanza થી છે.
નોંધ : આ કિંમતો અલગ-અલગ શહેર અને ડીલર્સ પર અલગ-અલગ હોઇ શકે છે. અહી આપેલી કિંમતો ઓટોકારરઈંન્ડિયાથી લેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
