ગુરુવારે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ ટ્રેંટ બ્રિઝનાં મેદાને ભીડાશે. બંન્ને ટીમ ટૂર્નામેન્ટની એક પણ મેચ હારી નથી ત્યારે દર્શકોને એક રોમાંચથી ભરેલી મેચ જોવા મળશે તેવી પૂરી સંભાવનાઓ છે. જો કે આ મેચમાં વરસાદ મોટો વિલન બની શકે છે. આ વિશ્વકપમાં અત્યાર સુધીમાં વરસાદનાં કારણે ત્રણ મેચો રદ્દ થઇ ચુકી છે. બીજી બાજુ જો મેચમાં વરસાદ ખલેલ નહી પહોચાડે તો ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ એક મોટો રેકોર્ડ પોતાના નામ કરી શકે છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
ટ્રેંટ બ્રિઝનાં મેદાનમાં કેપ્ટન કોહલી પાસે માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુંલકરનો રેકોર્ડ તોડવાની તક છે. આજે વિરાટ કોહલી માત્ર 57 રન બનાવે છે તો તે વન ડે મેચમાં સૌથી ઝડપી 11 હજાર રન બનાવતો પહેલો ખેલાડી બની જશે. માત્ર 57 રન બનાવ્યા બાદ વિરાટ કોહલી 222 ઈનિગ્સમાં 11 હજાર રન પૂરા કરતો પહેલો બેટ્સમેન બની જશે. આ પહેલા આ રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુંલકરનાં નામે હતો. સચિને 276 મેચમાં 11 હજાર રન બનાવ્યા હતા.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
આ ક્રમમાં ત્રીજા નંબર પર રિકી પોન્ટિંગનું નામ આવે છે. પોન્ટિંગે 318 મેચમાં 11 હજાર રન બનાવ્યા હતા. રિકી પોન્ટિંગ બાદ પાકિસ્તાનનાં પૂર્વ બેટ્સમેન ઈંજમામ-ઉલ-હકનું નામ આવે છે, જેણે 318 મેચમાં 11 હજાર બનાવ્યા હતા. તાજેતરમાં ટીમ ઈંન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ 221 ઈનિગ્સમાં 10943 રન બનાવ્યા છે. આ પહેલા વિરાટ કોહલીએ ગત વર્ષે સૌથી ઝડપી 205 ઈનિગ્સમાં 10 હજાર રન બનાવવાનો રેકોર્ડ તોડ્યો હતો. આ પહેલા આ રેકોર્ડ સચિન તેડુંલકરનાં નામે હતો. સચિન 259 ઈનિગ્સમાં 10 હજાર રન બનાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
