ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં વરસાદનાં ખલેલ બાદ બંન્ને ટીમો વચ્ચે મેચ ન રમાઇ શકી. જેના કારણે ભારતીય દર્શકો ઘણા નિરાશ જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં આ વિશ્વકપમાં ચાર મેચ વરસાદનો ભોગ બનતા રદ્દ થઇ ચુકી છે. જેના કારણે સોશિયલ મીડિયામાં દર્શકોએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. દરેક પોતાના અંદાજ મુજબ ગુસ્સાને વ્યક્ત કરી રહ્યા છે. ઘણા આઇસીસી અને કાર્યક્રમની આલોચના કરી રહ્યા છે.
#INDvNZ IND won the toss and elected to swim first!😁Dear it's not bcci's fault all credit goes to #ICC they arranged wc's schedule in rainy season, that's the worst decision ever they had taken. Rain at the top of the table with 8 points😂#ICC #INDvNZ pic.twitter.com/IzMulBNygM
— Lokesh gv (@Lokesh93556599) June 13, 2019
વિશ્વકપમાં અત્યાર સુધીમાં ચાર મેચ વરસાદનાં કારણે ન રમાઇ હોવાના કારણે ક્રિકેટ ફેન પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયામાં ઠાલવતા જોવા મળ્યા છે. દર્શકોની આલોચનાની ચરમ સીમાનો અંદાજો તમે તે રીતે લગાવી શકો છો કે તેમણે વિશ્વકપમાં અત્યાર સુધીમાં રમાયેલી મેચનાં આધારે બનેલા પોઇન્ટ ટેબલમાં વરસાદને પહેલુ સ્થાન આપી દીધુ છે.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
Rain is leading the points table!!!#CWC19 #INDvNZ pic.twitter.com/ovUTMQi7Vk
— Arun Kaundinya (@arun_kaundinya) June 13, 2019
ટ્વિટર પર એક સંદેશ વાયરલ થઇ રહ્યો છે, જેમા પોઇન્ટ ટેબલમાં બતાવવામાં આવ્યુ છે કે વરસાદ ચાર મેચ રમી છે અને દરેક મુકાબલામાં તેને જીત મળી છે અને તે આઠ પોઇન્ટ સાથે પહેલા નંબર પર સ્થિત છે. ભારત અને ન્યૂઝીલેન્ડ મેચ રદ્દ થવાની સાથે વરસાદનાં કારણે રદ્દ થયેલ મેચની સંખ્યા અત્યાર સુધીમાં ચાર થઇ ગઇ છે.
The match has been called off. 1 point each for both teams 🌧️🌧️
Thank you to all the fans who came out in numbers to support #TeamIndia
We wish we had a game but we move on from here to meet Pakistan. See you there folks! #CWC19 pic.twitter.com/qviBewSK7F
— BCCI (@BCCI) June 13, 2019
આ પહેલા દક્ષિણ આફ્રિકા-વેસ્ટ ઈંન્ડિઝ, શ્રીલંકા-પાકિસ્તાન અને શ્રીલંકા-બાંગ્લાદેશની મેચ વરસાદનાં કારણે રદ્દ થઇ ચુકી છે. આપને જણાવી દઇએ કે, વિશ્વકપનાં 44 વર્ષનાં ઇતિહાસમાં આ પહેલો વિશ્વકપ છે, જેમા સૌથી વધુ મુકાબલા વરસાદનાં કારણે રદ્દ થઇ ગયા છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
હજુ વિશ્વકપની શરૂઆતી મેચ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં આટલી મેચોનું રદ્દ થઇ જવુ આઇસીસીનાં શિડ્યુલિંગ કમિટી પર મોટો સવાલ ઉઠાવે છે. જો કે આ એક શરૂઆત છે હજુ ઘણી મેચો બાકી છે કે જે વરસાદની ભેટ ચઠવાની છે. જેના કારણે હવે કિસ્મતનાં ભરોસે દરેક ટીમ વિશ્વકપમાં રમે તો કોઇ નવાઇ નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
