અમદાવાદ શહેરમાં ટ્રાફિક કંટ્રોલ કરવા અને નિયમોના પાલન કરે છે, કે કેમ તે માટે શહેરમાં દોડતી સ્કૂલવાનો અને સ્કૂલરિક્ષાઓ પર આજે અમદાવાદ RTO કચેરી ઘ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. અમદાવાદના વિવિધ પશ્ચિમી વિસ્તારોમાં એક મેગા સ્કૂલ ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરટીઓ ઘ્વારા વાહનો સામે કડકાઈભર્યું વલણ અપનાવી અનેક સ્કૂલરિક્ષા અને વાનને ડિટેઈન કરવા અને 1000 રૂપિયા થી 5000 રૂપિયા સુધીનો દંડ ફટકાર્યો હતો. આરટીઓએ સવારના ૬.૦૦ વાગ્યાથી સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરીને સ્કૂલ જતી રિક્ષા-વાનોને ઊભી રાખીને તેના ડોક્યુમેન્ટની પણ ચકાસણી કરી નિયમોનું પાલન થાય છે કે નહીં તે બાબતે ચેક કરીને દંડ વસૂલવાનું શરૂ કર્યો છે, જેના પગલે સ્કૂલ-વાન અને રીક્ષા ચાલકોમાં ભયભતીય થઇ ગયા. આ અંગે આર.ટીઓ એસ.પી.મુનિયાએ જણાવ્યું હતું રજિસ્ટર્ડ થયા વગરની ગેરકાયદે નિયમભંગ કરતી સ્કૂલવાન કે રિક્ષાચાલક સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે. અમદાવાદ થલતેજ, ચાંદખેડા,સી.જી. રોડ એમ તમામ વિસ્તારોમાં અલગ-અલગ ટીમ બનાવીને ડ્રાઇવ યોજી હતી.
Not Set/
અમદાવાદ: શહેરમાં દોડતી સ્કૂલવાનો અને રિક્ષાઓ પર આજે RTO કચેરી ઘ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ
અમદાવાદ શહેરમાં ટ્રાફિક કંટ્રોલ કરવા અને નિયમોના પાલન કરે છે, કે કેમ તે માટે શહેરમાં દોડતી સ્કૂલવાનો અને સ્કૂલરિક્ષાઓ પર આજે અમદાવાદ RTO કચેરી ઘ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. અમદાવાદના વિવિધ પશ્ચિમી વિસ્તારોમાં એક મેગા સ્કૂલ ચેકીંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આરટીઓ ઘ્વારા વાહનો સામે કડકાઈભર્યું વલણ અપનાવી અનેક સ્કૂલરિક્ષા અને વાનને […]
