બિહાર,
બિહારના મુઝફ્ફરપુરમાં એક્યુટ ઈન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ એટલે કે મગજના તાવને કારણે મરતા લોકોનાઆંકડા સતત વધી રહ્યો છે. અહીં અત્યાર સુધીમાં 80 બાળકોના મોત થઇ ચુક્યા છે. શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલના સુપરટેન્ડન્ટ સુનીલકુમાર શાહીએ તેની માહિતી આપી.
બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે મગજના તાવના કારણે મૃત્યુ પામેલા બાળકોના પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય જાહેરાત કરી છે. આ ઉપરાંત, મુખ્યમંત્રી નીતિ શકુમારે આરોગ્ય વિભાગ, જીલ્લા વહીવટ અને ડોકટરોને આ રોગનો સામનો કરવા માટે જરૂરી પગલા લેવા જણાવ્યું છે.
બિહારમાં બાળકોના થઈ રહેલા મોત બાદ કેન્દ્ર સરકાર એલર્ટ બની છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધન બિહારના મુજફ્ફરપુરની મુલાકાતે છે. તેમણે બાળકોના મોત મામલે જણાવ્યું કે, સરકાર આ મામલે ગંભીર છે અને બાળકોની સારવાર માટે સરકાર દ્વારા અનેક પગલા ભરવામાં આવ્યા છે. સરકારે હોસ્પિટલમાં બાળકોની સારવાર માટે વિશેષ વોર્ડ પણ બનાવ્યો છે.
બીજી તરફ બિહારમાં બાળકોના મોતના કારણે નીતિશ સરકાર વિરોધીઓના નિશાને આવી છે. પટનામાં જન અધિકાર પાર્ટીના કાર્યકરોએ કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધનનો ઉગ્ર વિરોધ કર્યો. જન અધિકાર પાર્ટીનો આરોપ છે કે, રાજ્યમાં ભાજપ અને જેડીયુની સરકાર બાળકોનો જીવ બચાવવામાં અસફળ રહી છે. જેથી બાળકોના મોત થઈ રહ્યાં છે.
ગયાના જીલ્લા અધિકારી અભિષેક સિંહએ જણાવ્યું કે હોસ્પિટલમાં બધી જ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. 6 વરિષ્ઠ ડોક્ટર અને 10 ઇન્ટર્નને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા સહાય રકમ આપવામાં આવશે. જે પણ કુટુંબ બી.પી.એલ. કેટેગરીના છે તેમને અંતિમ સંસ્કાર માટે 20 હજાર રૂપિયા પણ આપવામાં આવશે.
આપને જણાવી દઈએ કે 15 વર્ષ સુધીનાં બાળકો આ રોગની ચપેટમાં આવી રહ્યા છે. મરનારા બાળકોની ઉંમર એકથી સાત વર્ષ વચ્ચે વધારે છે. ડોકટરો મુજબ, આ રોગનું મુખ્ય લક્ષણ તીવ્ર તાવ, ઊલટી-મૂત્રાશય, બેહોશ અને શરીરના અંગોમાં રહી-રહીને કંપનથાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
