વિશ્વકપની હાઇવોલ્ટેજ ગેમ આજે માનચેસ્ટરનાં ઓલ્ડ ટ્રેફર્ડમાં લોકલ સમય મુજબ 10.30 વાગ્યાથી શરૂ થવાની છે. જેને લઇને દર્શકોમાં ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. જો કે દર્શકો માટે વરસાદ મોટો સંકટ બનીને આવી શકે તેમ છે. સારા સમાચાર એ છે કે હાલમાં માન્ચેસ્ટરમાં વાદળ દેખાઇ રહ્યા નથી. લોકસ સમય મુજબ સવારે 10.30 વાગ્યે મેચ શરૂ થવાની છે પરંતુ સ્થાનિક હવામાન ખાતાની માનીએ તો સવારે 8 વાગ્યે વરસાદ પડવાની આશંકાઓ છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
ભારત-પાકિસ્તાન મેચને લઇને આજે દુનિયાભરનાં મોટાભાગનાં દર્શકો માન્ચેસ્ટર પહોચી ગયા છે. ત્યારે આ દર્શકો માટે વરસાદ વિલન બની શકે તેવા સમાચાર મળી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, આ વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન બંન્ને ટીમની એક-એક મેચ વરસાદનાં કારણે ધોવાઇ ચુકી છે. તેવામાં બંન્ને ટીમોનાં ખેલાડીઓ અને બંન્ને દેશનાં દર્શકો પ્રાથના કરશે કે આ મેચમાં વરસાદ ન પડે અને મેચ નિશ્ચિત સમયે શરૂ થઇ શકે.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
સ્થાનિક હવામાન ખાતુ કહે છે

આજે મમાન્ચેસ્ટરમાં વાદળ છવાયેલા રહેશે અને થોડો થોડો વરસાદ પડશે. સ્થાનિક હવામાન ખાતાની માનીએ તો બપોરે અને સાંજે અહી વરસાદ પડી શકે છે, જેના કારણે મેચમાં ખલેલ પણ પડી શકે છે, તેવામાં મેચનું પરિણામ ડકવર્થ લુઇસ મેથડથી નિકળી શકવાની સંભાવનાઓ પણ દેખાઇ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
