આજે રવિવારનાં રોજ ભારતીય સમયાનુસાર 3 વાગ્યાથી ભારત અને પાકિસ્તાનની મેચ શરૂ થવાની છે. જેને લઇને ટીમ ઈંન્ડિયા અને પાકિસ્તાનની ટીમ તૈયાર થઇ ગઇ છે. દેશમાં આ મેચને લઇને ઉત્સાહ કેટલો છે તે વાતનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે લોકોએ આજનાં તેમના દરેક કામને પડતા મુકી મેચ જોવાનું નક્કી કર્યુ છે. આ મેચને લઇને ઘણા ભવિષ્યવાણી પણ કરતા જોવા મળી રહ્યા છે. જ્યોતિષી પણ આ મેચ પર પોતાની ભવિષ્યવાણી કરી રહ્યા છે. મેચ માન્ચસ્ટરમાં લોકલ સમયાનુસાર 10.30 વાગ્યે શરૂ થવાની છે. તે સમયાનુસાર સિંહ લગ્ન ઉદયપુર અને સિંહ અનુસાર એકાદશ ભાવમાં મંગળ, બુધ રાહુ અને સૂર્ય બેઠા છે. અહી મંગળ અને સૂર્યની સારી મજબૂત સ્થિતિ લગ્ન ચક્રની મજબૂતી પ્રદાન કરી રહ્યા છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
અહી મહત્વુપૂર્ણ વાત એ છે કે જો ઈંન્ડિયાનાં નામ અનુસાર તેનું સંબોધન આઈ અથવા ઈ અક્ષરથી શરૂ થાય છે. ઈ વર્ણમાલા મુજબ વૃષભ રાશિનાં અંતર્ગત આવે છે અને સિંહ લગ્ન અનુસાર વૃષભ રાશિ દસમાં ઘરમાં ઉદિત થઇ રહ્યા છે. જ્યા તેનો સ્વામી શુક્ર સ્વયં વિરાજમાન અને શુક્ર ચંદ્રમાંનાં નક્ષત્રનો દેખાઇ રહ્યો છે.

આ જ રીતે પાકિસ્તાનને પ અક્ષરથી સંબોધન કરવામાં આવે છે. તે લગભગ કન્યા રાશિમાં હોય છે અને કન્યા રાશિ આ લગ્ન ચક્રનાં બીજા ભાવમાં ઉદિત થઇ રહ્યો છે. તેનો સ્વામી બુધ એકાદસ ભાવમાં છે અને સાથે બુધ ગુરુનાં નક્ષત્રને વિરાજમાન છે અને ગુરુ બુધથી ષડાષ્ટક યોગ બનાવી રહ્યો છે જે બુધને નબળો કરવાનું સૂચક છે.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
આ જોતા કહી શકાય કે આ મેચમાં ભારતની સ્થિતિ મજબૂત દેખાઇ રહી છે. જો કે આ મેચમાં ભારતને ઘણો સંઘર્ષ કરવો પડે તેવી સ્થિતિ પણ બની શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
