Not Set/ પુલવામામાં IED બ્લાસ્ટ, 9 જવાન ગંભીર, પાકિસ્તાને આપીતી હુમલાની ઇનપુટ

જમ્મુ કાશ્મીરના પુલવામામાં ફરી એકવાર સેના પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. આતંકવાદીઓ દ્રારા 44 રાષ્ટ્રીય રાઈફલ્સને નિશાન બનાવી IED બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. IED બ્લાસ્ટમાં સેનાનાં નવ જેટલા જવાનો ઘાયલ થયા છે. ઘયલોમાં 3 જવાનોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. તો સાથે સાથે 1 નાગરિકને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. […]

Top Stories India

જમ્મુ કાશ્મીરના પુલવામામાં ફરી એકવાર સેના પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. આતંકવાદીઓ દ્રારા 44 રાષ્ટ્રીય રાઈફલ્સને નિશાન બનાવી IED બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. IED બ્લાસ્ટમાં સેનાનાં નવ જેટલા જવાનો ઘાયલ થયા છે. ઘયલોમાં 3 જવાનોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. તો સાથે સાથે 1 નાગરિકને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ ઘયલોને સારવાર અર્થો આર્મીની કેમ્પ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલો પુલવામાના અરિહલ ગામમાં અરિહલ-લસ્સીપુરા રોડ પર કરવામાં આવ્યો હતો. આતંકી દ્રારા ફરી સેનાની ગાડીને નિશાન બનાવવામાં આવી હતી. તો બ્લાસ્ટ બાદ આતંકીઓ દ્રારા સેના પર ફાયરીંગ પણ કરવામાં આવ્યું હતુંય જો કે સેના દ્રારા આતંકીઓનાં ફાયરીંગનાં જડબાતોડ જવાબ આપવામા આવ્યો હતો.

View image on Twitter

વાંચો ક્યારે પાકિસ્તાને આપ્યું તું હુમલાનું ઇનપુટ આ અહેવાલમાં : 

View image on Twitter

આપને જણાવી દઇએ કે કાશ્મીરમાં એક દિવસ પહેલાં જ IED બ્લાસ્ટનું એલર્ટ જાહેર કરાયું હતું. અને પાકિસ્તાને હુમલાની ઇનપુટ આપી હતી. પાકિસ્તાન દ્રારા IED હુમલાનું એલર્ટ ભારત અને અમેરિકાને આપવામાં આવ્યું હતું. પાકિસ્તના દ્રારા IED ઉપરાંત સુસાઈડ હુમલાથી સાવચેત રહેવા માટે પણ કહ્યું છે. એલર્ટમાં પાકિસ્તાને જણાવ્યું હતું કે, આઈઈડી બ્લાસ્ટ થઈ શકે છે. આ એલર્ટ બાદ સુરક્ષાદળ સતર્ક થઈ ગયું હતું. પાકિસ્તાને જણાવ્યું હતું કે, સાઉથ કાશ્મીરમાં આતંકી હુમલો થઈ શકે છે. કાશ્મીર બાબતના જાણકાર અને ડફેન્સ એક્સપર્ટસ દ્રારા અંંદાજો લગાવવામા આવી રહો છે કે ઝાકિર મૂસાની હત્યાનો બદલો લેવા માટે આ બ્લાસ્ટ કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.