Not Set/ અમરેલી: ગાયો બચાવવા લાકડી મારી ભગાડ્યો સિંહને, વિડીયો થયો વાઇરલ

અમરેલી, અમરેલીના એક ગામમાં ઘુસી આવેલા સિંહને એક વ્યક્તિએ લાકડી મારી ભગાવ્યો હતો.આ ઘટનાનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે.અમરેલીના મોટા બારમણ ગામની એક ચોંકાવનારી ઘટનામાં વાડામાં ઘૂસેલા સિંહને વાડામાં સૂતેલા દેવસિંહભાઈ વાઢેર નામના વ્યક્તિએ લાકડી મારીને ભગાડ્યો હતો. વહેલી સવારે સવા ત્રણ વાગ્યે બનેલી આ ઘટનામાં દેવસિંહભાઈ વાડામાં સૂઈ રહ્યા હતા ત્યારે તેમને લાગ્યું કે […]

Gujarat Others Videos

અમરેલી,

અમરેલીના એક ગામમાં ઘુસી આવેલા સિંહને એક વ્યક્તિએ લાકડી મારી ભગાવ્યો હતો.આ ઘટનાનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે.અમરેલીના મોટા બારમણ ગામની એક ચોંકાવનારી ઘટનામાં વાડામાં ઘૂસેલા સિંહને વાડામાં સૂતેલા દેવસિંહભાઈ વાઢેર નામના વ્યક્તિએ લાકડી મારીને ભગાડ્યો હતો.

વહેલી સવારે સવા ત્રણ વાગ્યે બનેલી આ ઘટનામાં દેવસિંહભાઈ વાડામાં સૂઈ રહ્યા હતા ત્યારે તેમને લાગ્યું કે દીવાલ કૂદીને સિંહ અંદર આવી ગયો છે. સિંહના આવવાથી વાડામાં રખાયેલી ગાયો અને વાછરડાંએ દોડાદોડ કરી મૂકી હતી.

દેવસિંહભાઈનું કહેવું છે કે આ વિસ્તારમાં અવારનવાર સિંહો આવી ચડે છે એટલે અમે સતેજ રહીએ છીએ.સિંહથી અમને ડર નથી લાગતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.