અમદાવાદ,
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ પીજી ગર્લ્સ હોસ્ટેલમાં એક યુવક દ્વારા મોડી રાતે રૂમમાં સુતેલી છોકરી સાથે અડપલાં કરવાનો ચકચારી બનાવ બન્યો છે.પોલીસે અડપલાં કરનાર ભાવિન શાહ નામના યુવકની ધરપકડ કરી છે.આ બનાવ આમતો 14 જુને રાતે પોણા એક વાગે બનેલો પરંતુ હવે પીડિત યુવતીએ પોતાની ફરીયાદ નોંધાવી છે.
વિકૃત યુવકની અશ્લીલ હરક્તનો આ બનાવ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા પછી સૌ કોઈ એક જ સવાલ પૂછી રહ્યા હતા કે યુવકે ઊંઘમાં રહેલી યુવતી સાથે શારીરિક અડપલાં કર્યા તો એ કેમ જાગી ના ગઈ ? યુવક શરીર પર હાથ ફેરવતો રહ્યો અને તેને ખબર સુધ્ધા ના પડી?
જો કે પીડિત યુવતીએ પોલીસને આપેલી ફરિયાદ પ્રમાણે તેણે બનાવના દિવસે શરદી ખાંસી હોવાથી દવા લીધી હતી. પીડીતાએ સીસીટીવી ફૂટેજ જોયા એ પછી એને ખ્યાલ આવ્યો હતો કે તેની સાથે શારીરિક અડપલાં થયા છે.
પીજીમાં સાફસફાઈનું કામ કરતી યુવતીના કહેવા પ્રમાણે 14 તારીખે રાત્રે પોણા એક વાગ્યએ ફ્લેટમાં રહેતી છોકરીઓ પૈકી અદિતી, આર્યા અને મારિયાનાએ મને જગાડીને જણાવ્યું કે, તમારી પાસે કોઈ અજાણ્યો યુવક આવ્યો હતો. ત્યારબાદ તે અહીંથી ભાગી ગયો હતો. પીજીના માલિક સન્નીભાઈને બોલાવી અને ફ્લેટના હોલમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ બતાવ્યા, જેમાં હું જ્યારે ઊંઘમાં હતી ત્યારે આશરે 12.45 વાગ્યાની આસપાસ એક અજાણ્યા વ્યક્તિએ અમારા ફ્લેટમાં દરવાજાથી પ્રવેશ કરી મારી સાથે શારીરિક અડપલાં કર્યાં હોવાનું જાણવા મળ્યું.ત્યારબાદ મને બધાએ કહ્યું કે, આ બનાવની ફરિયાદ પોલીસમાં લખાવીએ, પરંતુ મેં કહ્યું મને કાંઈ થયું નથી.
યુવતીના કહેવા પ્રમાણે તેણે ડરના કારણે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.બીજી તરફ પોલીસે વિકૃત હરકત કરનાર ભાવિન શાહની ધરપકડ કરી છે.પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે ભાવિને આવી વિકૃતિ કેમ કરી.
આપને જણાવી દઈએ કે ભાવિન સ્નેક વેચતી કંપનીમાં ડીલિવરી બોયનું કામ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
