અમદાવાદ,
દિલ્હી સ્થિત એક યુવતીએ અમદાવાદના પોલીસ સ્ટેશનમાં પોતાની પર રેપ થયો હોવાની ફરિયાદ કરી છે.મૂળ છતીસગઢની અને દિલ્હીમાં રહી અભ્યાસ કરતી યુવતીએ નેવીના એક ઓફિસર પર રેપની ફરિયાદ કરી છે.
મૂળ છતીસગઢની અને દિલ્હીમાં રહીને અભ્યાસ કરતી 26 વર્ષની આ યુવતીએ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમા મુંબઈના કાંદિવલી વિસ્તારમાં રહેતા નેવી ઓફિસર કેશવ ગોયલ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
યુવતીએ પોલીસને આપેલી ફરિયાદ પ્રમાણે તેની અને કેશવ ગોયલ વચ્ચે ફેસબુકથી સંપર્ક થયો હતો. ફસબુક મેસેન્જરમાં એકબીજાના નંબરની આપ-લે કરી હતી.એ પછી ચેટિંગ અને વાતચીતોથી બંન્ને વચ્ચે પ્રેમ થયો હતો.
દરમિયાન તા.10-11-2018 થી 13-11-2018દરમિયાન કેશવ ગોયેલ અમદાવાદ આવ્યો હતો.કેશવની એક ગર્લફ્રેન્ડ પણ હતી જે ગાંધીનગરમાં રહેતી હતી.કેશવે વસ્ત્રાપુરમાં આવેલી હોટલ વાઈબ્રન્ટ રેસિડેન્સીમાં રૂમ બૂક કરાવ્યો હતો.અહીં તેણે પીડિત યુવતીને બોલાવી હતી અને બંને વચ્ચે શારીરીક સબંધ બંધાયો હતો.
કેશવ અમદાવાદમાં ચાર દિવસ રોકાયો હતો અને યુવતી સાથે બે વખત શારીરિક સંબંધ બંધાયો હતો. આ સબંધના કારણે યુવતી ગર્ભવતી થઈ હતી.
યુવતી પ્રેગનન્ટ થતાં તેણે કેશવની રાયસણમાં રહેતી ગર્લફ્રેન્ડ કાવ્યાને જાણ કરી હતી. જેથી કેશવે કાવ્યા મારફત ગર્ભપાતની દવા કુરિયરથી યુવતીને મોકલી હતી. યુવતીએ દવા લેતાં ગર્ભ પડી ગયો અને ફરી માસિકચક્ર શરૂ થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
