Not Set/ અમદાવાદ : તડામાર તૈયારી – રથયાત્રાના રુટની તંત્ર દ્રારા કરાય સમીક્ષા

ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મહાપાલિકા તંત્ર સજ્જ છે અને આજે મેયરે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. મેયરની સાથે મહાપાલિકાના પદાધિકારીઓ પણ રથયાત્રાના રૂટના નિરીક્ષણમાં સામેલ થયા હતા. મેયર બિજલ પટેલ જમાલપુરના જગન્નાથ મંદિરથી રૂટની સમીક્ષા કરી. રસ્તામાં આવતા જર્જરિત મકાનો ઉતારવાની કામગીરી […]

Top Stories Ahmedabad Gujarat

ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને મહાપાલિકા તંત્ર સજ્જ છે અને આજે મેયરે રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

મેયરની સાથે મહાપાલિકાના પદાધિકારીઓ પણ રથયાત્રાના રૂટના નિરીક્ષણમાં સામેલ થયા હતા. મેયર બિજલ પટેલ જમાલપુરના જગન્નાથ મંદિરથી રૂટની સમીક્ષા કરી. રસ્તામાં આવતા જર્જરિત મકાનો ઉતારવાની કામગીરી અને રોડ-રસ્તાની કામગીરીની મેયર ચકાસણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.