Not Set/ કરિશ્મા કપૂરે સોશિયલ મીડિયામાં શેર કર્યો તેનો સેક્સી લુક, તમે પણ જોઇ થઇ જશો હેરાન

બોલિવુડમાં પોતાના અવનવા અભિનયથી દર્શકોને મનોરંજન પૂરુ પાડી ચુકેલી કરિશ્મા કપૂરે મંગળવારનાં રોજ પોતાના 45માં જન્મ દિવસે બ્લેક મોનોકીનીમાં લેવાયેલા ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તે પોતાની ઉંમરને પણ માત આપતી દેખાઇ રહી છે. કરિશ્માએ પોતાનો 45મો જન્મ દિવસ પોતાની મા બબીતા અને બહેન કરીના કપૂરની સાથે લંડનમાં પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. શેર […]

Uncategorized

બોલિવુડમાં પોતાના અવનવા અભિનયથી દર્શકોને મનોરંજન પૂરુ પાડી ચુકેલી કરિશ્મા કપૂરે મંગળવારનાં રોજ પોતાના 45માં જન્મ દિવસે બ્લેક મોનોકીનીમાં લેવાયેલા ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તે પોતાની ઉંમરને પણ માત આપતી દેખાઇ રહી છે. કરિશ્માએ પોતાનો 45મો જન્મ દિવસ પોતાની મા બબીતા અને બહેન કરીના કપૂરની સાથે લંડનમાં પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો. શેર કરવામાં આવેલ ફોટોમાં કરિશ્મા બ્લ્યૂ દરિયાનાં કિનારે એક પૂલ પર પોજ આપતી નજરે ચઢી રહી છે.  ફોટોનાં કેપ્શનમાં કરિશ્માએ લખ્યુ છે કે, ઉંમરનાં દરેક સમયે પોતાને પ્રેમ કરો.

https://www.instagram.com/p/BzIWBo7F2qm/?utm_source=ig_web_copy_link

સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલા કરિશ્માનાં ફોટોને જોઇ ફેન્સ જ નહી પણ બોલિવુડનાં દિગ્ગજ પણ ચોંકી ગયા હતા. કરિશ્માની ફોટો પર કરણ જોહરે લખ્યુ બહુ જ હોટ લોલો, તદઉપરાંત કેટરિના કૈફ, અમૃતા અરોડા, સંજય કપૂર જેવા કલાકોરએ પણ કરિશ્માનાં નવા અવતારનાં ઘણા વખાણ કર્યા અને તેને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી.

કરિશ્માનો સોશિયલ મીડિયા પર વાયરલ એક અન્ય ફોટોમાં તે પોતાના ભત્રીજા તૈમૂર અલી ખાનને પોતાના જન્મ દિવસની કેક ખવડાવતી જોવા મળે છે. મુલાકાતમાં અત્રિનેત્રીએ જણાવ્યુ કે, તેણે થોડા સમય માટે ફિલ્મોમાં કામ નહી કરવાનો નિર્ણય લીધો, કારણ કે તે પોતાના બાળકોની સાથે ઘર પર રહેવા માંગતી હતી. જો કે થોડા સમયમાં જ ઓટીટીની પરિયોજના એએલટી બાલાજીની ‘મેંટલહૂડ’ માં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.