Not Set/ રાજકોટમાંથી 3.75 કરોડની 2000 રૂપિયાની નકલી નોટ ઝડપાઇ,FSL ની ટીમ લાગી કામે

રાજકોટઃ 8 નવેમ્બરે 1000 અને 500 ની નોટ એટલા માટે બંધ કરવામાં આવી હતી કે, તેની નકલી નોટો પર અંકુશ લાવી શકાય પણ તેમ સંપૂર્ણ અંકુશ આવ્યો નથી લાખતો  શહેરના પુનિતનગરમાં આવેલ સુખસાગર સોસાયટીના એક પ્લોટમાંથી અમદાવાદ પાસિંગની કારમાંથી 3.75 કરોડની નકલી નોટ જપ્ત કરવામાં આવી છે. આ ઘટના સામે આવતાં એફએસએલની ટીમ પણ તપાસમાં […]

Uncategorized

રાજકોટઃ 8 નવેમ્બરે 1000 અને 500 ની નોટ એટલા માટે બંધ કરવામાં આવી હતી કે, તેની નકલી નોટો પર અંકુશ લાવી શકાય પણ તેમ સંપૂર્ણ અંકુશ આવ્યો નથી લાખતો  શહેરના પુનિતનગરમાં આવેલ સુખસાગર સોસાયટીના એક પ્લોટમાંથી અમદાવાદ પાસિંગની કારમાંથી 3.75 કરોડની નકલી નોટ જપ્ત કરવામાં આવી છે. આ ઘટના સામે આવતાં એફએસએલની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. આ નોટીની હાલ ગણતરી ચાલે છે. પ્રાથમિક અંદાજ મુજબ 3.75 કરોડ કરતાં વધુ નકલી નોટો હોવાનું કહેવાઈ રહ્યું છે, જો કે હજી આ આંકડો વધી શકે છે. તેનું પગેરું અમદાવાદમાં હોવાનું ખુલ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, અને તે દિશામાં પગલા ભરવાના શરૂ કર્યા છે.

આ અગાઉ રાજકોટના ભંગારના વેપારી સાથે 50 લાખની છેતરપિંડી કરનાર આરોપીઓએ 1.20  કરોડની નકલી નોટો સળગાવી નાંખ્યાની કબૂલાત કરી હતી. પોલીસ વધુ તપાસ કરવા માટે બુધવારે જામનગર રોડ પર જઈને આરોપી કેતન દવે, શૈલેષ બરવાડિયાએ સાંઢિયાપુલની નીચે જ્યાં નકલી નોટ સળગાવી હતી, ત્યાંથી સાંયોગિક પુરાવા એકત્ર કરાયા હતાં. આ બન્ને આરોપી ત્રણ માર્ચ સુધી રીમાન્ડ પર સોંપાયા હતાં.