Not Set/ ઓસ્ટ્રેલિયા સામે રમાનારી વન-ડે સિરીઝ માટે ભારતીય ટીમનું એલાન, જાણો કોણ ટીમમાં ઇન અને આઉટ ?

આગામી ૧૭ સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે રમાનારી પહેલી ત્રણ વન-ડે માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળ ૧૬ સભ્યોની પસંદગી કરવામાં આવી છે. જાહેર કરાયેલ ઇન્ડિયન ટીમમાં ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીને તક આપવામાં આવી છે, જ્યારે આર. અશ્વિન તેમજ રવિન્દ્ર જાડેજા જેવા સ્પિન બોલરોને આરામ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અશ્વિન […]

Sports

આગામી ૧૭ સપ્ટેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે રમાનારી પહેલી ત્રણ વન-ડે માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળ ૧૬ સભ્યોની પસંદગી કરવામાં આવી છે. જાહેર કરાયેલ ઇન્ડિયન ટીમમાં ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીને તક આપવામાં આવી છે, જ્યારે આર. અશ્વિન તેમજ રવિન્દ્ર જાડેજા જેવા સ્પિન બોલરોને આરામ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અશ્વિન હાલમાં ઇંગ્લેન્ડ કાઉન્ટી ક્રિકેટમાં વ્યસ્ત છે. જયારે યુવરાજ સિંહને ટીમમાંથી વધુ એકવાર નજરઅંદાજ કરવામાં આવ્યો છે.

ભારતીય ટીમ :
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કે.એલ. રાહુલ, મનીષ પાંડે, કેદાર જાધવ, અજિંક્ય રહાણે, મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી