ટીમ ઈન્ડિયાનાં પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહનું બેટ અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે. તેણે શનિવારે એક વીડિયો શેર કરીને આ અંગેની જાણકારી પણ આપી હતી. આ પહેલીવાર છે જ્યારે ક્રિકેટ બેટને અવકાશમાં મોકલવામાં આવ્યું છે. આ બેટ સાથે યુવરાજ સિંહની યાદો પણ જોડાયેલી છે.
આ પણ વાંચો – Cricket / હરભજન સિંહનો મોટો ખુલાસો, કહ્યુ- ટીમથી બહાર કરવામાં આવ્યો, કારણ પૂછ્યું તો કોઇએ ન જણાવ્યું
આપને જણાવી દઇએ કે, ભારતીય ટીમનાં ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે જે બેટથી પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી, તેને અવકાશમાં મોકલવામાં આવ્યો છે. વર્ષ 2003માં યુવીએ ઢાકાનાં શેર-એ-બંગાળ સ્ટેડિયમમાં પોતાની કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. યુવરાજનાં બેટને અવકાશમાં મોકલવાની પહેલ ગયા અઠવાડિયે એશિયાનાં NFT માર્કેટ કલેક્શન અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરનાં સહયોગથી કરવામાં આવી હતી. કંપનીએ યુવરાજને NFT જારી કરવા તેની સાથે ભાગીદારી કરી છે. આપને જણાવી દઇએ કે, ભારતનાં સ્ટાર ખેલાડી યુવરાજ સિંહે વર્ષ 2003માં ઢાકા, બાંગ્લાદેશમાં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તેણે તે મેચમાં અણનમ 102 રનની ઇનિંગ રમી હતી અને મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો. યુવીએ જે બેટ વડે આ સદી ફટકારી હતી તેને હવે અવકાશમાં મોકલી દેવામાં આવ્યું છે. આ કાર્યક્રમની પહેલ ગયા અઠવાડિયે એશિયાના NFT માર્કેટ કલેક્શન અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સાથે મળીને કરવામાં આવી હતી. કંપનીએ યુવરાજને NFT જારી કરવા તેની સાથે ભાગીદારી કરી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવામાં આવ્યો છે. આ 3D વિડિયો ડિસેમ્બરનાં છેલ્લા સપ્તાહમાં Collexionની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.
And IT'S TIME…
As promised, bringing an out-of-this world experience for my fans.
On the occasion of Christmas, I come bearing gifts from my exclusive NFT collection, this one is literally all the way from Space and back.https://t.co/n9hGW9yQ9v pic.twitter.com/j38J2ksrgY
— Yuvraj Singh (@YUVSTRONG12) December 25, 2021
આ પણ વાંચો – Cricket / સૂર્યકુમાર યાદવે ક્રિકેટ મેદાનમાં બતાવ્યું પોતાનુ રૌદ્ર સ્વરૂપ, તોફાની અંદાજમાં ફટકારી બેવડી સદી
અન્ય ઈવેન્ટમાં, ભારતની 2011 વર્લ્ડકપ વિજેતા ટીમ દ્વારા હસ્તાક્ષર કરેલું બેટ દુબઈમાં હરાજીમાં $25,000 (રૂ. 18,84,875)માં વેચાયું હતું, જ્યારે ડેવિડ વોર્નરની 2016 IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ) વિજેતા સનરાઇઝર્સ હૈદરાબાદની જર્સી $30,000ની બોલી માટે મૂકવામાં આવે છે. ક્રિકફ્લિક્સ દ્વારા આયોજિત આ હરાજીમાં, જ્યાં વોર્નરની જર્સી માટે સૌથી વધુ બોલી લગાવવામાં આવી હતી, ત્યાં લોકોએ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમ દ્વારા હસ્તાક્ષર કરાયેલા બેટનાં ડિજિટલ અધિકારોમાં પણ રસ દર્શાવ્યો હતો. ધોનીનાં નેતૃત્વમાં ભારતે 28 વર્ષ બાદ 2011માં ODI વર્લ્ડકપ જીત્યો હતો.
