Not Set/ કાજોલ અજય ફરી એકવાર સાથે દેખાશે પ્રદીપ સરકારની મુવીમાં

બોલિવુડનો સિંઘમ તરીકે જણીતો અજય દેવગણ ફરી એકવાર પોતાની પત્ની કાજોલ સાથે કામ કરે તેવી શક્યતા છે. સંજય અને કાજોલની જોડી સુપરહીટ જોડીઓમાંની એક છે. જો કે કાજોલ અને શાહરૃખની જોડી  જેવી લોકપ્રિયતા કાજોલ અને અજય કોઈ દિવસ નથી મેળવી શકયા એ પણ એક હકીકત છે. કાજોલ અને શાહરૃખે છેલ્લે ‘દિલવાલે’માં કામ કર્યું હતું. જોકે […]

Entertainment

બોલિવુડનો સિંઘમ તરીકે જણીતો અજય દેવગણ ફરી એકવાર પોતાની પત્ની કાજોલ સાથે કામ કરે તેવી શક્યતા છે. સંજય અને કાજોલની જોડી સુપરહીટ જોડીઓમાંની એક છે. જો કે કાજોલ અને શાહરૃખની જોડી  જેવી લોકપ્રિયતા કાજોલ અને અજય કોઈ દિવસ નથી મેળવી શકયા એ પણ એક હકીકત છે. કાજોલ અને શાહરૃખે છેલ્લે ‘દિલવાલે’માં કામ કર્યું હતું. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળતાને નીવડી હતી. કાજોલ અને અજય છેલ્લે ‘ટુનપૂર કા સુપર હીરો’ મુવીમાં જોવા મળ્યા હતા. જોકે આ ફિલ્મ કમનસીબે નિષ્ફળ નીવડી હતી. સાત વર્ષ પછી કાજોલ- અજયની જોડી પ્રદીપ સરકારની ફિલ્મમાં દેખાય એવા સંજોગ છે. પ્રદીપ સરકાર પોતે આ ફિલ્મનું નિર્દેશન કરવાના છે. ઉલ્લેખનીય છે કે કાજોલે એના મિત્ર કરણ જોહર સાથે હાલમાં મનમેળ કરી લીધો છે.