Not Set/ જમ્મુ કશ્મીરના કુલગામમાં ઝડપાયો આતંકી, સાથે મળી AK-47 અને એક ઈન્સાસ રાયફલ

જમ્મુ કશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી.આ અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા અને એક આતંકીને ઝડપી પાડવામાં આવ્યો છે.આતંકીઓ પાસેથી બે હથિયાર પણ મળી આવ્યા છે.જે આતંકીને ઝડપી પાડવામાં આવ્યો છે તેની પાસેથી એક AK-47 અને એક ઈન્સાસ રાયફલ મળી આવી છે.મહત્વનું છે કે આ સંપૂર્ણ ઓપરેશન […]

India

જમ્મુ કશ્મીરના કુલગામમાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી.આ અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા અને એક આતંકીને ઝડપી પાડવામાં આવ્યો છે.આતંકીઓ પાસેથી બે હથિયાર પણ મળી આવ્યા છે.જે આતંકીને ઝડપી પાડવામાં આવ્યો છે તેની પાસેથી એક AK-47 અને એક ઈન્સાસ રાયફલ મળી આવી છે.મહત્વનું છે કે આ સંપૂર્ણ ઓપરેશન જમ્મુ કાશ્મીર પોલીસ અને સેનાના જવાનોએ મળીને કર્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલા આતંકવાદીનું નામ આદીલ છે. આદીલે આ જ વર્ષે મે મહિનામાં આતંકી ગતીવિધીઓમાં પ્રવેશ મેળવ્યો હતો. આદીલને સેના અને જમ્મુ કશ્મીર પોલીસ દ્વારા ચારે તરફથી કવર કરી લેવામાં આવ્યો હતો જેથી તેને આત્મસમર્પણ કરી દીધુ હતુ.