ગત ૯ સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલ દ્વારા મધ્યમ-કદની, લક્ઝરી અને SUV કાર પર લાગતા જીએસટી સેસમાં બે ટકા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે સોમવારથી લાગુ કરી દેવામાં આવ્યો છે. હવેથી અસરકારક જીએસટી રેટ 45 ટકા થશે. ઉપરાંત, લાર્જ કાર પર લાગતો સેસ પાંચ ટકા વધારવામાં આવ્યો હોવાથી તેના પર કુલ જીએસટી 48 ટકા થશે જ્યારે એસયુવી પર લાગતા સેસને સાત ટકા વધારવામાં આવતાં તેનો કુલ જીએસટી 50 ટકા થશે.
જયારે નાની પેટ્રોલ અને ડીઝલ કાર, હાઈબ્રીડ કાર અને 13 સુધીના પ્રવાસીનું વહન કરી શકતાં વાહનો પરનો સેસ યથાવત રાખવામાં આવ્યો છે.
