ભારતીય ટીમે શનિવારે શ્રીલંકા સામે જીત મેળવી પોઈન્ટ ટેબલમાં પોતાનું સ્થાન નંબર વન પર બનાવ્યુ છે. જે બાદ હવે ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે 9 જુલાઇનાં રોજ થવાનો છે. આ પહેલા જ્યારે ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થઇ રહ્યો હતો તે દરમિયાન ભારત વિરોધી નારાનું બેનર લહેરાવતાની સાથે વિમાન સ્ટેડિયમ ઉપરથી પસાર થયુ હતુ. આ વિમાન એકવાર નહી પણ વારંવાર અલગ-અલગ સંદેશા સાથે ત્યાથી પસાર થયુ હતુ. આ ત્યારે થઇ રહ્યુ છે કે જ્યારે સ્ટેડિયમની ઉપર ‘નો ફ્લાઇંગ ઝોન’ ઘોષિત કરવામાં આવ્યુ હતુ.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
આપને જણાવી દઇએ કે, દસ દિવસમાં આ પ્રકારની બીજી ઘટના બની છે. આ પહેલા પાકિસ્તાન-અફઘાનિસ્તાન મેચ દરમિયાન પણ એક વિમાન બલૂચિસ્તાનનાં સમર્થનમાં બેનર લહેરાવતા નિકળ્યુ હતુ. બીસીસીઆઈએ આ ઘટનાની ઔપચારિક ફરિયાદ આઈસીસીથી કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, મેચ શરૂ થવાના થોડા ક્ષણ બાદ જ મેદાનની ઉપરથી એક વિમાન પસાર થયુ હતુ, જે સાથે બેનર પર ‘કાશ્મીર માટે ન્યાય’ લખવામા આવેલ હતુ. તેના અડધા કલાક બાદ સ્ટેડિયમની ઉપરથી એકવાર ફરી વિમાન પસાર થયુ જેના બેનર પર લખ્યુ હતુ કે, ‘ભારત નરસંહાર રોકો, કાશ્મીરને આઝાદ કરો.’ દસ દિવસની અંદર આ પ્રકારની આ બીજી ઘટના છે.
ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરો, રમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ”
આ પહેલા અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે રમાઇ ગયેલ મેચ દરમિયાન બલૂચિસ્તાનનાં સમર્થનવાળા બેનર લહેરાવતા વિમાન મેદાનની ઉપરથી ઉડ્યુ હતુ. આ વિમાન બ્રેડફોર્ડ હવાઈ મથક પર ઉતર્યુ હતુ. ઈંગ્લેન્ડની ઉત્તરમાં સ્થિત યોર્કશાયર પાકિસ્તાની મૂળની જનતા માટે ઓળખવામાં આવે છે. આ ઘટના બાદ આઈસીસીએ નિવેદનમાં કહ્યુ કે, ‘આ ટૂર્નામેન્ટ દરમિયાન અમે સ્થાનીક પોલીસની સાથે મળી કામ કર્યુ છે જેથઈ આ પ્રકારનાં વિરોધને રોકી શકાય. ગત ઘટના બાદ પશ્ચિમ યોર્કશાયર પોલીસે અમને આશ્વાસન આપ્યુ હતુ કે ફરી આવુ નહી થાય માટે આવુ ફરી થવુ ઘણું નિરાશાજનક છે.’
આઈસીસીનાં મુખ્ય કાર્યકારી ઓફિસર ડેવ રિચર્ડસને હાલમાં જ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે, પૂરી સુરક્ષા મળ્યા બાદ પણ તે પર્યાપ્ત નથી. શનિવારની ઘટનાથી આ જાહેર થાય છે કે સ્થાનિક તંત્રએ હવાઈ વિસ્તારની સુરક્ષા માટે પર્યાપ્ત પગલા ભર્યા નહોતા. આ ઘટના થયા બાદ આવનારી મેચમાં સુરક્ષાને લઇને સ્થાનિક તંત્ર અને આઈસીસી શું પગલા લેશે તે જોવાનું રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
