Not Set/ OMG!! એરપોર્ટ પરથી ઝડપાયો દારૂગોળાનો જથ્થો, વડોદરાનાં શખ્સની ધરપકડ

વડોદરાના હરણી એરપોર્ટ પરથી દીલ્હી જઇ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટનાં કારગો રુમનાં એક પાર્સલ RDX ભરેલા કારતૂસનો જથ્થો મળી આવ્યો હોવાની શંકાથી દોડધામ મચી ગઇ હતી. સુરત થી અમૃતસર જઇ રહેલા એક પાર્સલમાં બે એરગન તથા 56 કારતૂસ મળી આવ્યા હતા. કારતૂસમાં આરડીએક્સ હોવાની શંકા જાગી હોવાથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વાત જાણે એમ […]

Top Stories Gujarat Vadodara

વડોદરાના હરણી એરપોર્ટ પરથી દીલ્હી જઇ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટનાં કારગો રુમનાં એક પાર્સલ RDX ભરેલા કારતૂસનો જથ્થો મળી આવ્યો હોવાની શંકાથી દોડધામ મચી ગઇ હતી. સુરત થી અમૃતસર જઇ રહેલા એક પાર્સલમાં બે એરગન તથા 56 કારતૂસ મળી આવ્યા હતા. કારતૂસમાં આરડીએક્સ હોવાની શંકા જાગી હોવાથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

વાત જાણે એમ છે કે, પાર્સલ સ્કેનીંગ દરમિયાન પેકેટમાં બે ગન અને કારતૂસનો જથ્થો હોવાનું જણાતાં હોબાળો મચી ગયો હતો. એરપોર્ટ સત્તાધીશોએ આ અંગેની પોલીસને જાણ કરતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પૂરી ટીમ સાથે એરપોર્ટ પર પહોચી ગયા હતા. તાત્કાલીક બોમ્બ સ્ક્વોડ અને એફએસએલની ટીમને બોલાવી લેવામાં આવી હતી. FSLનાંં પ્રાથમીક રીપોર્ટમાં આ કારતૂસમાં પોટેશીયમ ક્લોરેટ નામનો લો ઇન્ટેસીટીવાળા એક્સપ્લોઝીવ હોવાની હકીકત બહાર આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

વડોદરા શહેરનાં નાયબ પોલીસ કમિશ્નર સરોજકુમારીએ આ અંગે પત્રકારોની સાથે વાતચીત કરતાં જણાવ્યુ હતુ, એરપોર્ટના સ્કેનીંગ દરમિયાન શંકાસ્પદ જણાતાં પેકેટમાંથી આવેલ કારતૂસની એફએસએલની ટીમ દ્વારા પ્રાથમીક ચકાસણી કરતાં તેમાં આરડીએક્સનો ટેસ્ટ નેગેટીવ આવ્યો છે.  ખરેખર આ કારતૂસ એરગનના જ છે, તેની સાથે બે એરગન પણ મળી આવી હતી.  મળી આવેલા આ કારતૂસમાં પણ પોટેશીયમ ક્લોરેટ નામનો લો ઇન્ટેસીટીવાળા એક્સપ્લોઝીવ ભરેલો છે.  પોટેશીયમ ક્લોરેટ દારૂખાના અને એરગનના કારતૂસ માટે વપરાય છે.  સૂરતની એક વ્યક્તિએ અમૃતસર ખાતેથી એરગન ખરીદી હતી. તેમને એરગનના રંગ અંગેની ફરીયાદ હોવાથી તે વ્યક્તિએ સુરતથી એક કાર્ગો સર્વિસીસ મારફતે સુરત થી અમૃતસર વેપારીને પરત મોકલવાનો નિર્ણય લીધો હતો. જે મુજબ આ પાર્સલનું સુરતની આકાશગંગા કુરીયર મારફતે બુકીંગ કરાવ્યુ હતુ.

શિવશક્તી કારગો સર્વિસીસ મારફતે આ પાર્સલ અમૃતસર જઇ રહ્યુ હતુ. જે પાર્સલમાં બે એરગન અને ૫૬ કારતૂસ હતા. જે વડોદરા એરપોર્ટ પર સ્કેનીંગમાં મળી આવ્યા હતા. એરપોર્ટ ઓથોરીટીના સૂત્રોના જણાવ્યા અનુસાર બપોરે બાર વાગ્યાની આસપાસ આ પાર્સલ અમારી પાસે આવ્યુ હતુ. તે સ્કેનીંગમાં શંકાસ્પદ જણાતાં તાત્કાલીક પોલીસને તેમજ બોમ્બ સ્ક્વોડને જાણ કરી હતી. એરપોર્ટ પર મુસાફરોમાં કોઇ અફરા તફરી ન મચે તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.