કેંન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર અને સાંસદ હેમા માલિની સહિત ભાજપનાં ઘણા નેતાઓએ શનિવારે સ્વચ્છ ભારતનો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો. ભાજપનાં નેતાઓ પોતે સંસદ પરિસરમાં ઝાંડુ લગાવતા નજરે ચઢ્યા હતા. જેનો વીડિયો હવે સામે આવ્યો છે. આપને જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પહેલા કાર્યકાળ દરમિયાન ગાંધી જયંતી પર સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી હતી. જે પછી ખુદ વડાપ્રધાન પણ ઝાંડુ લઇને સફાઈ કરતા જોવા મળ્યા હતા.
#WATCH Delhi: BJP MPs including Minister of State (Finance) Anurag Thakur and Hema Malini take part in 'Swachh Bharat Abhiyan' in Parliament premises. pic.twitter.com/JJJ6IEd0bg
— ANI (@ANI) July 13, 2019
ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા માટે સમય સમય પર ઘણા ભાજપનાં નેતા અને મંત્રી સફાઈ કરતા નજરે આવી ચુક્યા છે. PM મોદીને સ્વચ્છતા અભિયાનમાં જનતા સિવાય ઘણી બધી હસ્તિઓનો પણ સાથ મળ્યો હતો. PM મોદીને ખુદ સફાઈ કરતા જોઇ ઘણા ફિલ્મ સેલેબ્રિટિઝ સાફ સફાઈ કરતા જોવા મળ્યા હતા. આ કડીમાં ભાજપનાં નેતાઓનો એક વીડિયો સામે આવ્યો છે.
इससे एक बात तो साफ पता चल गई कि ड्रीम गर्ल ने जिंदगी में कभी झाड़ू नही लगाया।
प्रणाम माते🙏 .@dreamgirlhema— N I T E S H ❁ (@RoflNitesh_) July 13, 2019
આ વીડિયોમાં હેમા માલિનીને જોઇ ઘણા લોકોને એવો ભ્રમ થઇ રહ્યો છે કે તે ઝાંડુ લગાવી રહ્યા છે કે ઝાંડુ લગાવતા નજર આવવા માંગે છે. વીડિયોમાં દેખી શકાય છે કે હેમા માલિનીનાં હાથમાં રહેલો ઝાંડુ ઠીકથી જમીન પર પડેલા કચરા સુધી પહોચી રહ્યો નથી. એક યૂઝર્સનું આ વિશે કહેવુ છે કે, ‘આ જોઇને એક વાત સ્પષ્ટ છે કે ડ્રીમ ગર્લએ જીવનમાં ક્યારે પણ ઝાંડુ લગાવ્યુ નથી. પ્રણામ માતે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
