દાહોદના ગરબાડા ચાર રસ્તા પર ગંભીર અકસ્માત સામે આવ્યો છે. એક કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોચી છે. તો કાર માંથી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે. જયારે કાર ચાલક અકસ્માત કરી ફરાર થઇ ગયો છે. દ્રશ્યો ને જરા ધ્યાનથી જોશો તમને સમજાશે કે કાર કેટલી પુરપાટ ઝડપે પસાર થઇ રહી હતી. જેણે બાઈક ચાલકને હવામાં ફંગોળી દીધો. ગંભીર કાર ચાલકને વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો છે.
અકસ્મત અને તેમાં પણ અકસ્માત સર્જતી ગાડીમાંથી દારુ ઝડપાવવાનાં કિસ્સા હમણા હમણા ગુજરાતમાં ખાસ સામે આવી રહ્યા છે. આપને જણાવી દઇએ કે હાલમાં જ થોડા દિવસો પૂર્વે અમદાવાદમાં પોલીસની ગાડી દ્વારા આવી જ રીતે રસ્તા પર અકસ્માત સર્જવામા આવ્યો હતો અને ગાડીની હડફેટથી યુવકનો ભોગ લેવાયો હતો. ડ્રાઇવર પોલીસમેન ખુદ ઠિંચેલી હાલતમાં હતો અને પોલીસની આ ગાડીમાંથી પણ દારુ મળી આવ્યો હતો.

તમામ બનતી ધટનાઓ ક્યાં ને ક્યાં પોલીસ અને કાયદાની ગુજરાતમાં સરકતી જતી પક્કડ સ્થિતિને જોરશોરથી બરાડી બરાડીને બતાવી રહી છે. ત્યારે આવા કેટલા યુવકોનાં ભોગ લેવામા આવશે અને આવા ભોગીઓનું શું ? તેને કોઇ દિવસ સબક શીખડાવવામાં આવશે કે કેમ ? તે પ્રશ્ન ફકત પ્રશ્ન જ ન બની રહે તો વધારે સારુ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
