લગભગ એક વર્ષ સુધી લદ્દાખના પેન્ગોંગ ત્સો સરોવર (Pangong Tso Lake)ની નજીક ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ટેન્શન જોવા મળ્યું હતું. હવે એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ આ વીડિયો શેર કર્યો છે. જેમાં પેંગોંગ લેક પર જ ભારતીય જવાન ડાન્સ કરી રહ્યા છે. તે બિન્દાસ નાચી રહ્યા છે.
It feels great whenever soldiers enjoy! Brave Indian Army Gorkha Jawans and colleagues with full music at Pangong Tso in Ladakh. pic.twitter.com/d56Qjl3RhN
— Kiren Rijiju (@KirenRijiju) March 25, 2021
નાચો સારે જી ભરકે…
તેનું કેપ્શન તેઓ લખે છે, ‘ઘણું સારુ લાગે છે જ્યારે જવાન એન્જોય કરે છે. બહાદુર ઇન્ડિયન આર્મીના ગોરખા જવાન પોતાના સાથીઓની સાથે ફુલ મ્યુઝિક ચલાવીને પેંગોંગ ત્સો લેક પર મસ્તી કરતા. વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે બે જવાન ડાન્સ કરી રહ્યા છે. બાકીના જવાન પાછળથી અવાજ કરી રહ્યા છે. તેમનો જુસ્સો વધારી રહ્યા છે.
આર્મી ચીફ એમએમ નરવણે (MM Narvane)એ ગુરુવારે પેંગોંગ લેક વિવાદ પર કહ્યું કે ચીનની સાથે સમજૂતી પછી પેંગોંગ લેકમાં ભારત માટે ખતરો થોડોક ઘટ્યો છે. પરંતુ બિલકુલ સમાપ્ત નથી થયો. મહત્વનું છે કે એ વાતની કોઇ જાણકારી નથી કે કિરણ રિજ્જીજુ દ્ધારા શેર કરવામાં આવેલો આ વીડિયો કેટલો જુનો છે.
