Kutch News: અંજાર પોલીસ સ્ટેશનમાં ASI તરીકે કાર્યરત અરુણાબેન નટુભાઇ જાદવની શુક્રવારે મોડી રાત્રે તેના પ્રેમીએ ગળું દબાવીને હત્યા કરી હતી. કૌટુંબિક વિવાદમાં નાની વાત પર ઝઘડો થયા બાદ પ્રેમીએ ગુસ્સામાં અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ ઘટના બાદ તેને પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. આરોપી દિલીપ ડાંગચીયા મણિપુરમાં CRPF જવાન તરીકે નોકરી કરે છે.
આ ઘટનાથી પોલીસ સ્ટેશન અને વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.પ્રાથમિક માહિતી મુજબ, અરુણાબેન જાદવ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ડેરવાડા ગામના રહેવાસી હતા અને અંજારની ગંગોત્રી સોસાયટી-2 માં રહેતા હતા. શુક્રવારે મોડી રાત્રે અરુણાબેન અને તેના પ્રેમી દિલીપ ડાંગચીયા વચ્ચે કોઈ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ ઝઘડામાં દિલીપે ગુસ્સો ગુમાવ્યો અને અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરી દીધી.હત્યા બાદ દિલીપ ડાંગચીયાએ પોતે અંજાર પોલીસ સ્ટેશનમાં હાજર થઈને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અરુણાબેન અને દિલીપ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા. અંજાર પોલીસે જણાવ્યું હતું કે ઘટના અંગે વધુ વિગતો ટૂંક સમયમાં બહાર આવશે.
આ પણ વાંચો:પૂર્વ કચ્છમાં મહિલાઓ અસુરક્ષિત, સગીર વયની બાળકી સાથે દુષ્કર્મ
આ પણ વાંચો:કચ્છના રાપર સ્થિત ચિત્રોડા ગામમાં મતદાન સમયે બે જૂથ વચ્ચે મારામારી
આ પણ વાંચો:કચ્છમાં કુરન ગામમાં શાળા પ્રવેશોત્સવ પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલે ગ્રામસભા યોજી
