Not Set/ કુલભૂષણ “જીત” : ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે મળી મોટી જીત,15:1 થી પાકિસ્તાન “પરાસ્ત”

લાંબી આંતર રાષ્ટ્રીય કાનુની લડત બાદ આજે ભારતને મોટી સફળતા મળી છે. અને ફરી એકવાર ભારતે પોતાની કુનેહનો પરિચય આપતા પાકિસ્તાનને આંતર રાષ્ટ્રીય કોર્ટમાં 15 વિરૂધ માત્ર અને માત્ર એક વોટ સાથે પરાસ્ત કર્યું છે. The International Court of Justice ruled in favour of India by 15 votes to 1. #KulbhushanJadhav https://t.co/GVYXOtbJZL — ANI (@ANI) […]

Top Stories India World Politics
Pakistan will register its second statement in ICJ on 17th July in Kulbhushan Jadhav case

લાંબી આંતર રાષ્ટ્રીય કાનુની લડત બાદ આજે ભારતને મોટી સફળતા મળી છે. અને ફરી એકવાર ભારતે પોતાની કુનેહનો પરિચય આપતા પાકિસ્તાનને આંતર રાષ્ટ્રીય કોર્ટમાં 15 વિરૂધ માત્ર અને માત્ર એક વોટ સાથે પરાસ્ત કર્યું છે.

આપને જણાવી દઇએ કે આજે આંતર રાષ્ટ્રીય અદાલતમાં ભારતનાં નાગરીક કુલભૂષણ જાધવ મામલે ચુકાદો આપવમાં આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ભારતની સૌથી મોટી જીત થઇ છે અને કુલભૂષણની ફાંસીની સજા પર આંતરરાષ્ટ્રીય કોર્ટે રોક યથાવત રાખી છે. તો સાથે સાથે આ મામલે હવે કુલભૂષણને ભારતીય દુતાવાસની મદદ પણ મળશે. કોર્ટ કાઉન્સેલ એક્સેસની મંજૂરી આપી દીધી છે.

આંતરરાષ્ટ્રીય કોર્ટેમાં કુલભૂષણ મામલે ભારતની તરફેણમાં ફેંસલો આપવામાં આવ્યો હતો. ભારતના પક્ષમાં ચુકાદો આવતા
પાકિસ્તાનના મલીન ઈરાદાઓનું  પતન થયું છે. વિશ્વભરનાં 16 જજો દ્વારા આ મામલે વોટીંગ કરવામા આવ્યું હતુંં. તો વોટીંગમાં ભારતને 15 અને પાકિસ્તાનને માત્ર 1 મત મળ્યો હતો. આમ 15:1 થી ભારતની તરફેણમાં ફેંસલો આવ્યો છે. કુલભૂષણ મામલે ભારતની “જીત” એ ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે  મોટી જીત છે. જ્યારે પાકિસ્તાનમાંથી વિંગ કમાન્ડર અભિનંદનનની જેમજ ભારતનો વધુ એક દીકરો પરત ફરશે.

આતંરરાષ્ટ્રીય અધાલતનાં આ ફેસલાનાં ભારતમાં ઠેરઠેર વધાવી લેવામા આવ્યો છે. અને લોકો દ્વારા આ જીત અને કુલભૂષણની વાપશીને ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે રંગેચંગે ઉજવવામાં પણ આવી રહ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.