Not Set/ સ્ટાર જેક્લીન સંજય દત્ત સાથે ગેંગસ્ટર ડ્રામા ફિલ્મમાં જોવા મળશે

મુંબઈ, બોલિવુડની લોકપ્રિય સ્ટાર પૈકી એક જેક્લીન હવે સંજય દત્તની સાથે એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મમાં નજરે પડનાર છે. ફિલ્મનુ નિર્દેશન બોબી ખાન કરનાર છે. ફિલ્મના શુટિંગને સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. ફિલ્મને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. અન્ય કલાકારોના સંબંધમાં પણ ટુંક સમયમાં જ નિર્ણય કરવામાં આવનાર છે. ફિલ્મની પટકથા ખુબ […]

Uncategorized

મુંબઈ,

બોલિવુડની લોકપ્રિય સ્ટાર પૈકી એક જેક્લીન હવે સંજય દત્તની સાથે એક ગેંગસ્ટર ડ્રામા ફિલ્મમાં નજરે પડનાર છે. ફિલ્મનુ નિર્દેશન બોબી ખાન કરનાર છે. ફિલ્મના શુટિંગને સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. ફિલ્મને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. અન્ય કલાકારોના સંબંધમાં પણ ટુંક સમયમાં જ નિર્ણય કરવામાં આવનાર છે. ફિલ્મની પટકથા ખુબ રોમાંચક રાખવામાં આવી છે.

ગેંગસ્ટાર ડ્રામા ફિલ્મને ચાહકો પસંદ કરે તે માટે ફિલ્મમાં તમામ પ્રકારનમા મશાલા ઉમેરવામાં આવી રહ્યા છે. જેક્લીને ફિલ્મમાં  કામ કરવા માટે તૈયારી દર્શાવી દીધી છે. જેક્લીન છેલ્લા કેટલાક સમયથી કોઇ ફિલ્મમાં નજરે પડી નથી. તે છેલ્લે જુડવા-2 ફિલ્મમાં દેકાઇ હતી. ત્યારબાદ તેની કોઇ મોટી ફિલ્મ આવી નથી. જેક્લીન સલમાન ખાન સાથે કિક ફિલ્મમાં કામ કર્યા બાદ સુપરસ્ટાર બની હતી. તે સલમાન ખાનની સાથે રેસ-૩માં પણ નજરે પડી હતી.

બીજી બાજુ સંજય દત્ત તમામ પ્રકારના વિવાદોમાં અને કાયદાકીય ગુંચમાં રહ્યા બાદ થોડાક સમય પહેલા મુક્ત થયાબાદ સતત ફિલ્મોમાં સક્રિય રહ્યો છે. તેની પાસે મોટી ફિલ્મોની ઓફર આવી રહી છે. તે કેટલીક ફિલ્મોમાં નજરે પડી ચુક્યો છે. તેની લાઇફ પર બનેલી ફિલ્મ સંજુમાં પણ તે નાનકડા રોલમાં નજરે પડ્યો હતો. સંજય દત્ત ગેંગસ્ટર પરની ફિલ્મ કરવા માટે તૈયાર થઇ ગયો છે. જેક્લીન હાલમાં સિદ્ધાર્થ સાથે ડ્રાઇવ નામની ફિલ્મમાં પણ કામ કરી રહી છે. આ ફિલ્મનુ શુટિંગ પણ કરવામાં આવી રહ્યુ છે. બંનેમાંથી ડ્રાઇવ નામની ફિલ્મ પહેલા રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. ડ્રાઇવ સિરિઝની નવી ફિલ્મ છે. તેના અન્ય ભાગ પણ ભવિષ્યમાં બનાવાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.