Not Set/ સુરત : શિક્ષણ જગતને શરમાવે તેવો કિસ્સો, શાળામાં વિદ્યાર્થીનીઓ પાસે કરાવાય છે શૌચાલયની સફાઈ

દેશમાં સ્વચ્છતાને લઇને સરકાર દ્વારા એક પહેલ કરવામાં આવી હતી. જ્યા સ્વચ્છતાનાં નામ પર મોટા મોટા નેતાઓ હાથમાં ઝાડુ લઇ રસ્તે પડેલો કચરો સાફ કરતા જોવા મળ્યા હતા. જો કે આ એક સારી વાત છે કે આવી પહેલ સરકાર દ્વારા કરવામાં આવી પરંતુ શું સ્વચ્છતા માટે માસૂમ બાળકોનો ઉપયોગ કરવો જોઇએ ખરો? સુરતમાં નગર પ્રાથમિક […]

Top Stories Gujarat Surat

દેશમાં સ્વચ્છતાને લઇને સરકાર દ્વારા એક પહેલ કરવામાં આવી હતી. જ્યા સ્વચ્છતાનાં નામ પર મોટા મોટા નેતાઓ હાથમાં ઝાડુ લઇ રસ્તે પડેલો કચરો સાફ કરતા જોવા મળ્યા હતા. જો કે આ એક સારી વાત છે કે આવી પહેલ સરકાર દ્વારા કરવામાં આવી પરંતુ શું સ્વચ્છતા માટે માસૂમ બાળકોનો ઉપયોગ કરવો જોઇએ ખરો? સુરતમાં નગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓનો એક વિડિયો સામે આવ્યો છે, જેમા તેમની પાસેથી શાળાનાં શૌચાલયને સાફ કરાવવામાં આવી રહ્યા હોવાનુ સામે આવી રહ્યે છે.

સુરતમાં આવેલી નગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ શાળાને સ્વચ્છ રાખતા સાફ સફાઇ કરતી જોવા મળી હતી. શિક્ષણ જગતને શરમાવે તેવી આ ઘટનામાં બાળકોને શું શાળામાં માત્ર આ જ કામ કરવાનું રહી ગયુ છે. ઘરેથી ભણવા માટે શાળામાં આવતી આ વિદ્યાર્થીનીઓ હાલમાં તો આ વાતને સમજી પણ નહી શકતી હોય કે તેમના હાથે સફાઇ કેમ કરાવવામાં આવે છે પરંતુ શું શાળા તંત્રએ પણ આંખે પાટા બાંધી દીધા છે કે આ ભૂલકાઓ અહી શિક્ષા લેવા આવે છે ના કે અહી સાફ સફાઇ કરવા. જો કે સાફ સફાઇ કરવી ખોટી વાત નથી પરંતુ જ્યા શોભતી હોય ત્યા જ તે શોભે છે. શાળામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીનીઓને તે ન શોભે, કારણ કે તેઓ ત્યા ભણવા જાય છે, શૌચાલય સાફ કરવા નહી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.