Not Set/ ભાજપનાં નેતાએ ખુલેઆમ આપી ધમકી, કહ્યુ માંગો પૂરી નહી થાય તો રસ્તા પર દેખાશે કમલનાથનું લોહી

દેશમાં નેતાનાં બગડેલ બોલમાં દિન પ્રતિ દિન વધારો જોવા મળી રહ્યો છે. નેતાનું બોલવુ જનતાનાં હિત માટે હોય પરંતુ તે જ નેતા જો ધમકીનાં સૂરમાં વાત કરે તો?  ભાજપનાં એક પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રનાથ સિંહએ કઇક આવા જ સૂરનો ઉપયોગ કર્યો છે. તેમણે ખુલેઆમ CM કમલનાથને ધમકી આપી છે. મધ્ય પ્રદેશની સત્તાથી હટ્યા બાદ ભાજપનાં નેતા […]

Top Stories India

દેશમાં નેતાનાં બગડેલ બોલમાં દિન પ્રતિ દિન વધારો જોવા મળી રહ્યો છે. નેતાનું બોલવુ જનતાનાં હિત માટે હોય પરંતુ તે જ નેતા જો ધમકીનાં સૂરમાં વાત કરે તો?  ભાજપનાં એક પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રનાથ સિંહએ કઇક આવા જ સૂરનો ઉપયોગ કર્યો છે. તેમણે ખુલેઆમ CM કમલનાથને ધમકી આપી છે.

મધ્ય પ્રદેશની સત્તાથી હટ્યા બાદ ભાજપનાં નેતા હવે ગુંડાગીરી કરતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ ભાજપનાં મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનાં દિકરા આકાશ વિજયવર્ગીયએ ઈંદોરમાં નિગમ કર્મચારીઓને બેટથી માર્યા હતા અને હવે ભાજપનાં જ એક પૂર્વ ધારાસભ્ય રસ્તા પર લોહીની નદી કરવાની ધમકી આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનાથ સિંહએ ગુરુવારે રાજધાની ભોપાલમાં ઝુપડપટ્ટીવાસીઓને મળી રહેલા વિજળી બિલને લઇને રોશનપુરા ચાર રસ્તા પર પ્રદર્શન કર્યુ. ત્યારબાદ તે સ્થાનિક લોકોની સાથે વિધાનસભાનો ઘેરાવો કરવા પહોચ્યા. ધરના પ્રદર્શન દરમિયાન ભાજપ નેતાએ મુખ્યમંત્રી કમલનાથ માટે આપત્તિજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, માંગણીની પૂર્તિ કરવામાં નહી આવે તો તે રસ્તા પર લોહી જોવા મળશે અને તે લોહી કમલનાથનું હશે.

ભાષા પર સંયમ રાખવાનું ચુકી ગયેલા સુરેન્દ્રનાથનાં આ નિવેદનથી ભાજપે કિનારો કરી લીધો છે. પૂર્વ મંત્રી નરોત્તમ મિશ્રાએ સુરેન્દ્ર સિંહનાં નિવેદન પર કહ્યુ કે, ઉદ્દેશ્ય કેટલો પણ પવિત્ર હોય પર ભાષા પર સંયમ હોવો જોઇએ. તેમણે કહ્યુ કે, ક્યારે પણ એવી પરિસ્થિતિ બની જાય છે તેમ છતા પણ વાણી પર સંયમ ખૂબ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.