Not Set/ અમદાવાદ: બુટલેગરે વીડિયો વાયરલ કરી પોલીસ પર કર્યા આવા અતિ ગંભીર આક્ષેપો

અમદાવાદનાં ઓઢવમાં બુટલેગર રાજુ સોલંકીએ પોતાનો વીડિયો વાયરલ કર્યો છે. જેમાં પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ હોવાનો ઉલ્લેખ કર્યો છે. ઓઢવમાં દારૂનાં અડ્ડા ધમધમી રહ્યા હોવાનું પણ વિડીયોમાં જણાવ્યું હતું. અને બુટલેગર દ્વારા પોલીસ પર દારૂનાં અડ્ડા ખુલે આમ ધમધમતા હોવા છતા, પોલીસ દારુ શોધી ન શક્તિ હોવાનો કટક્ષ પણ કરવામા […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદનાં ઓઢવમાં બુટલેગર રાજુ સોલંકીએ પોતાનો વીડિયો વાયરલ કર્યો છે. જેમાં પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ હોવાનો ઉલ્લેખ કર્યો છે. ઓઢવમાં દારૂનાં અડ્ડા ધમધમી રહ્યા હોવાનું પણ વિડીયોમાં જણાવ્યું હતું. અને બુટલેગર દ્વારા પોલીસ પર દારૂનાં અડ્ડા ખુલે આમ ધમધમતા હોવા છતા, પોલીસ દારુ શોધી ન શક્તિ હોવાનો કટક્ષ પણ કરવામા આવ્યો છે.  એટલુ જ નહી, પોલીસે તેની દીકરીના કપડાં ફાડયાનો ગંભીર આરોપ પણ લગાવ્યો હતો.

પોલીસની આવી નીચી કક્ષાની હરકતને પગલે દીકરીએ ફીનાઈલ પીધુ હોવાનો પણ વિડીયોમાં ખુલાસો કરવામા આવ્યો છે. અને સાથે સાથે ગંભીર આક્ષેપો કરતા જણાવવામાં આવ્યું છે કે, દીકરી હાલ હોસ્પીટલમાં સારવાર લેતી હોવા છતાં પોલીસે આ મામલો કોઇની સામે ગુનો નોંધ્યો નહીંં.

આપને જણાવી દઇએ કે કુખ્યાત રાજુ સોલંકી હાલ પેરોલ પર છુટ્યો છે, રાજુ અગાઉ નયન બારોટની હત્યાના ગુનામાં પકડયો હતો. આ મામલે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. જેમા સુરજ સોની, મીના,રાહુલની સમાવેશ થાય છે. ત્યારે આવા ગંભીર આરોપો સાથેનો વિડીયો બુટલેગર દ્વારા વાઇરલ કરવામા આવતા અને પ્રશ્ન લોકોમાં ઉઠી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.