Not Set/ અમદાવાદ : પતિએ પૈસા કમાવવા સ્ત્રી બીજ વેચવા વારંવાર મજબૂર કરતા પત્નીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદ, અમદાવાદના વટવા વિસ્તારમાં એક પરિણીતાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. જણાવીએ કે આ પરિણીતાએ એટલા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે કે તેનો પતિ અને સાસરીનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો હતો. પરિણીતાએ બ્લીચિંગ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પરિણીતાએ આત્મહત્યાનો પ્રયાસ કરવા પાછળનું કારણ એટલું જ હતું કે […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદ,

અમદાવાદના વટવા વિસ્તારમાં એક પરિણીતાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. જણાવીએ કે આ પરિણીતાએ એટલા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે કે તેનો પતિ અને સાસરીનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો હતો.

પરિણીતાએ બ્લીચિંગ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પરિણીતાએ આત્મહત્યાનો પ્રયાસ કરવા પાછળનું કારણ એટલું જ હતું કે તેનો પતિ રૂપિયા કમાવવા માટે તેની પાસે આઇવીએફ સેન્ટરમાં  સ્ત્રી બીજ ડોનેટ કરાવતો હતો એટલું જ તે ના પાડે તો તેને મારતોપીટતો પણ હતો.

આપને જણાવી દઈએ કે જુહાપુરા વિસ્તારના દાનીશનગરની નિવાસી સનોફરબાનુ હુસૈનખાન પઠાણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં તેના પતિ, સાસુ, જેઠ અને કાકા સસરા વિરુદ્ધમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ કરી છે.

ફરિયાદમાં સનોફરબાનુંએ જણાવ્યું કે તેના લગ્ન 6 વર્ષ પહેલાં ઇમરાનખાન પઠાણ સાથે થયાં હતાં જેમાં તેણે બે દીકરીઓને જન્મ થયો હતો.

સનોફરબાનું ત્રણ મહિના પહેલાં ઇમરાનખાનથી છુટાછેડા લઇ લીધા હતા અને વટવા વિસ્તારમાં આવેલ ઉમા પાર્ક સોસાયટીમાં રહેતા હુસેનખાન પઠાણ સાથે કોર્ટ મેરેજ કરી લીધાં હતાં.

તે તેના બીજા પતિ હુસૈન પઠાણ સાથે શાહઆલમમાં રહેવા માટે આવી ગઇ હતી અને તેની બે દીકરીઓને તેની માતાને આપી દીધી હતી.

જણાવીએ કે તેન બીજો પતિ હુસેન કોઇ પણ પ્રકારનો કામધંધો કરતો નહોતો. તે સનોફરબાનુંને અજમેર લઇ જતો અને ત્યાં જઇને સ્ત્રી બીજ ડોનેટ કરાવતો હતો.

સનોફરબાનુંનાં સ્ત્રી બીજથી જેટલા રૂપિયા મળતા હતા તે હુસેન તેના પાસે રાખી લેતો હતો. હુસેનને કોઇ અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાથી તે અવારનવાર સનોફરબાનું સાથે મારપીટ કરતો હતો.

સનોફરબાનું ફરિયામાં આગળ જણાવ્યું કે તેનો જેઠ ફઝલખાન પણ તેના નજર બગાડીને કહેતો હતો કે તું મને ખુશ રાખીશ તો તારો પતિ તને સારી રીતે રાખશે.

એટલું જ નહીં નાની નાની બાબતે સનોફરબાનુંની સાસુ નાઝિમાબાનું પણ મારઝૂડ કરતી હતી.તેના કાકા સસરા બાબાખાન પઠાણ પણ ગંદી ગાળો આપતો હતા.

સાસરીના ત્રાસથી કંટાળીને સનોફરબાનુંએ સાસરીમાં બ્લીચિંગ પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. બ્લીચિંગ પીતાં સનોફરબાનુંની તબિયત ખરાબ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.