આપણા દેશમાં કહેવાય છે કે જ્યારે બે વ્યક્તિ લગ્નનાં સાત ફેરા ફરે છે ત્યારે માત્ર તેમનુ મિલન નથી થઇ રહ્યુ પરંતુ તે બંન્નેનાં પરિવારનું પણ મિલન છે. સાત ફેરા ફર્યા બાદ તેને જન્મ-જન્માંતરનો સંબંધ બાંધ્યો હોય તેમ કહેવાય છે. પરંતુ આ વાતથી AIMIM નાં પ્રમુખ અસદુદ્દિન ઓવૈસી કઇક અલગ જ વિચાર ધરાવે છે. તેમણે ગઇ કાલે ચાલી રહેલા ત્રિપલ તલાક બિલ ની ચર્ચા દરમિયાન તેનો સખત વિરોધ કરતા સરકાર પર નિશાનો સાધ્યો હતો.
ઓવૈસીએ કહ્યુ કે, બિલમાં તમે કહી રહ્યા છો કે જો કોઇ પતિએ પત્નિને ત્રણ વખત તલાક કહી દીધુ તો લગ્ન તૂટતા નથી, સુપ્રિમ કોર્ટનો નિર્ણય પણ તે જ કહે છે તેમ છતા તમે આ કેમ કરી રહ્યા છો. તેમણે વધુમાં કહ્યુ કે, ઇસ્લામમાં લગ્ન એક કોન્ટ્રાક્ટની જેમ છે, તેને તમે જન્મ-જન્મોનો સાથ ન બતાવશો. AIMIM પ્રમુખે આગળ કહ્યુ કે, હુ ત્રીજીવાર આ બિલનાં વિરોધમાં ઉભો થયો છુ અને જ્યા સુધી જિંદગી રહેશે ત્યા સુધી આ બિલનો વિરોધ કરતો રહીશ. ત્રિપલ તલાકને આ સરકારે ગુનામાં નાખી દીધુ છે. તેવામાં બાદમાં મહિલાનું પાલન-પોષણ કોણ કરશે. તેમણે કહ્યુ કે, ઇસ્લામમાં નિકાહનામા છે, તમે પણ એક કંડિશન લગાવી દો કે જો કોઇ ત્રિપલ તલાક આપશે તો તેણે મહિલાને રકમનો 500 ગણો દંડ આપવો પડશે.
ઓવૈસીએ તેને મહિલાઓની વિરુદ્ધ બતાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, જ્યારે 3 વર્ષની સજા થઇ જાય, પતિ જેલમાં રહે તો મહિલા 3 વર્ષ સુધી રાહ જોશે અને જ્યા 3 વર્ષ બાદ તે પરત આવશે તો તે શું કહેશે “બહારો ફૂલ બરસાવો મેરા મહબૂબ આયા હૈ.” ઓવૈસીએ દાવો કર્યો કે, ઇસ્લામમાં 9 પ્રકારનાં તલાક હોય છે અને ત્રિપલ તલાક તેમાથી માત્ર એક છે. ત્રિપલ તલાક બિલનાં વિરોધમાં ઓવૈસીએ કહ્યુ કે, તેનાથી મહિલા પર બોઝ વધી જશે, કારણ કે જો પતિને જ જેલમાં મોકલવામાં આવશે તો પછી મહિલાને પૈસા કોણ આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
