બોલિવુડનાં સુપરસ્ટાર બનેલા અક્ષય કુમાર છેલ્લા ઘણા દિવસોથી તેની ફિલ્મ મિશન મંગલને લઇને ચર્ચામાં છે. અક્ષય કુમારની આ ફિલ્મ 15 ઓગષ્ટનાં રોજ મંગળ પર જવાની કહાની સાથે આવશે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં તેમની સાથે સોનાક્ષી સિન્હા, વિદ્યા બાલન અને તાપસી પન્નૂ જેવા સ્ટાર નજરમાં આવશે. મિશન મંગલની ચર્ચાની વચ્ચે તેમની આગામી ફિલ્મ બચ્ચન પાંડેનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે.
ફિલ્મ બચ્ચન પાંડે 2020માં ક્રિસમસનાં ખાસ સમયે રિલિઝ થશે. આ ફિલ્મ સાજિદ નડિયાદવાલાનાં પ્રોડક્શન હાઉસમાં બનાવવામાં આવી છે. ખબરોની માનીએ તો ક્રિસમસનાં સમયે આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ પણ રિલિઝ થવાની છે ત્યારે આ બંન્ને ફિલ્મો વચ્ચે જબરદસ્ત ટક્કર રહેશે અને કોણ તેમા બાજી મારી જશે તે જોવાનુ રહેશે. તમને જણાવી દઇએ કે, આ સાથે અજય દેવગન અને રણબીર કપૂરની ફિલ્મ પણ રિલિઝ થવાની છે.
https://www.instagram.com/p/B0XkaPaHRH8/?utm_source=ig_web_copy_link
બચ્ચન પાંડેની વાત કરી તો આ ફિલ્મનાં ફર્સ્ટ લુકમાં અક્ષય કુમાર એક લુંગી પહેરલા જોવા મળી રહ્યા છે. તેના ગળામાં ઘણી માળાઓ પણ જોવા મળી રહી છે. સાથે તેના માથા પર ભસ્મ પણ જોઇ શકાય છે. આ ફોટોમાં તેનો લુક ઘણો દમદાર દેખાઇ રહ્યો છે. આ પોસ્ટરને અક્ષય કુમારે પોતે જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી શેર કર્યો છે. માત્ર થોડા જ સમયમાં તેનો આ લુક વાયરલ થઇ ગયો છે.
અક્ષય કુમારની ફિલ્મનાં આ જબરદસ્ત પોસ્ટરનાં સામે આવ્યા બાદ ફિલ્મની કહાનીને લઇને ઉત્સુકતા વધી ગઇ છે. અક્ષય કુમારનાં ફેન આ પોસ્ટરથી જ ફિલ્મ કેટલી દમદાર હશે તેનો અંદાજો લગાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
