Not Set/ ડોક્ટરો પર હુમલો કરનાર દર્દીઓના સગાને થશે 10 વર્ષની સજા

દિલ્હી, દેશમાં છેલ્લાં  કેટલાક સમયથી તબીબો દર્દીઓના સગાઓના રોષ ઉતરવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં અનેક એવા બનાવો બન્યા છે જેમાં દર્દીઓના સગાઓએ ડોક્ટરો પર હુમલા કર્યા હોય અને આ કારણોસર તબીબો હડતાળ પર ઉતર્યા હોય. તબીબો પર હિંસાની ઘટનામાં હવે 10 વર્ષની આકરી જેલની જાની જોગવાઈ કરવાની કવાયત કરવામાં આવી રહી છે. ફરજ […]

India

દિલ્હી,

દેશમાં છેલ્લાં  કેટલાક સમયથી તબીબો દર્દીઓના સગાઓના રોષ ઉતરવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં અનેક એવા બનાવો બન્યા છે જેમાં દર્દીઓના સગાઓએ ડોક્ટરો પર હુમલા કર્યા હોય અને આ કારણોસર તબીબો હડતાળ પર ઉતર્યા હોય.

તબીબો પર હિંસાની ઘટનામાં હવે 10 વર્ષની આકરી જેલની જાની જોગવાઈ કરવાની કવાયત કરવામાં આવી રહી છે.

ફરજ પરનાં તબીબો પરનાં હુમલાના ગુનાઓ હવે ગંભીર અને બિન જામીન પાત્ર ગુના ગણીને ડોકટરો પર હુમલો કરનારને દસ વર્ષની જેલની સજા ઉપરાંત અકરો દંડ અને મિલકતને નુકશાન કરવામો આવ્યું હોય તેનાથી બમણા દંડની જોગવાઈ કરવાનું વિધેયક કેન્દ્ર સરકાર દ્રારા લવાઈ રહ્યું છે.

આરોગ્ય મંત્રાલયના સુત્રોએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતુ કે મંત્રાલયની આંતરીક સમિતિ દ્વારા તબીબોને સુરક્ષા પ્રદાન કરતુ બીલ તૈયાર કરવામા આવી રહ્યું છે. આ બીલને  કાયદાનું રૂપ આપવામાં આવશે. તબીબો પર હુમલો કરનારને 10 વર્ષની સજાની જોગવાઇની ભલામણ આ બીલમાં કરવામાં આવી છે.

તબીબોની સુરક્ષા માટે કેન્દ્રસ્તરનાં કાયદાની દરખાસ્તમાં તબીબોની સુરક્ષા માટે ઈન્ડિયન પીનલ કોડ અને ફોજદારી ધારામાં તબીબો પરનાં હુમલાખોરોને સજા અને દંડની જોગવાઈ સાથે હિંસાના પ્રકાર અને આવા બનાવોમાં તબીબોને કેટલા પ્રમાણમાં નુકશાન થયું છે. અને મિલકતોનાં પ્રમાણમાં સજાની જોગવાઈની હિમાયત કરવામાં આવી છે.

તબીબો માટેના સુરક્ષા ધારાના નવા કાયદાની જોગવાઈમાં હિંસા અને ઈજાના પ્રકાર સામાન્ય કે ગંભીર ઈજાને ધ્યાને લઈને કરવામાં આવશે. દેશના ફરજ પરનાં તબીબો પરનાં હુમલાને નિયંત્રણમાં લાવવા માટે લાવવામાં આવનાર નવા કાયદામાં તબીબો અને હોસ્પિટલોને સુરક્ષા કવચ પ્રદાન કરતા કાયદામાં હુમલાખોરને જેલની સજા અને તબીબોની મિલ્કતને નુકશાન માટે ઓછામાં ઓછા કુલ નુકશાનના બેગણા વળતર આરોપીને સુચવવામાં આવી છે.

દેશમાં તબીબ સુરક્ષા ધારાનો આ નવો કાયદો દેશના 21 રાજયોમાં લાગુ કરવામાં આવશે.આઈએમએના મહાસચિવ આર.વી અશોક અને તબીબ સુરક્ષાનો કાયદો અને તેની જોગવાઈની કાર્યવાહી સામાન્ય જનતા સુધી પહોચાડવાની હિમાયત કરી છે. આઈએમએના અંદાજ મુજબ દેશભરમાં 75૫%થી વધુ તબીબો આ પ્રકારની હિંસાનો સામનો કરવાનો સતત ભય અનુભવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન