Not Set/ રાજ્ય સરકારની ભૂલના કારણે દુતી ચંદનું નામ અર્જુન એવોર્ડના નોમિનેશનમાંથી રદ થયું

સ્પોર્ટ્સ મંત્રાલયે અર્જુન પુરસ્કાર માટે દોડવીર એથ્લેટ દુતી ચંદ નામ નકારી દીધું છે. કમનસીબીએ હતી કે રાજ્ય સરકારે દુતી ચંદની ફાઇલ મોકલવામાં વિલંબ કર્યો અને નક્કી કરેલી તારીખ સુધીમાં દુતીના અવોર્ડ રેન્કિંગ અનુસાર ક્રમમાં નહી આવતા તેમના નામ પર મનાઈ થઈ. મંત્રાલયે એથલેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાને અવોર્ડ (મેડલ્સ)ને રેન્કિંગ અનુસાર કરવા કહ્યું હતું. દુતી તેમાં […]

Top Stories Sports

સ્પોર્ટ્સ મંત્રાલયે અર્જુન પુરસ્કાર માટે દોડવીર એથ્લેટ દુતી ચંદ નામ નકારી દીધું છે. કમનસીબીએ હતી કે રાજ્ય સરકારે દુતી ચંદની ફાઇલ મોકલવામાં વિલંબ કર્યો અને નક્કી કરેલી તારીખ સુધીમાં દુતીના અવોર્ડ રેન્કિંગ અનુસાર ક્રમમાં નહી આવતા તેમના નામ પર મનાઈ થઈ.

મંત્રાલયે એથલેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાને અવોર્ડ (મેડલ્સ)ને રેન્કિંગ અનુસાર કરવા કહ્યું હતું. દુતી તેમાં પાંચમા ક્રમે હતી. તેથી તેનું નામ ફગાવી દેવામાં આવ્યું છે. તે ઉપરાંત બંને ખેલાડીઓના નામ મોકલવામાં પણ રાજ્ય સરકારે મોડું કર્યું હતું.

અર્જુન એવોર્ડ માટે નોમિનેશન રદ થયા પછી દુતીએ મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે મુલાકાત કરી હતી. દુતી એ સીએમ પટનાયકને વર્લ્ડ યૂનિવર્સિટી ગેમ્સમાં જીતેલા ગોલ્ડ મેડલને દર્શાવ્યો હતો અને અર્જુન અવોર્ડ માટે ફરીથી ફાઈલ મોકલવાનો આગ્રહ કર્યો હતો.

જો કે સીએમ ઑફિસના સુત્રોએ જણાવ્યું હતું કે લોકસભા, વિધાનસભા ચૂંટણી અને ફાની ચક્રવાતના કારણ દુતીનું નામ મોકલવામાં વિલંબ થયો છે.

દુતીએ કહ્યું, મુખ્યમંત્રીએ મારી ફાઈલ ફરી મોકલવાનું આશ્વાસન આપ્યું છે. તે માટે તેમણે મને ચિંતા ન કરવા કહ્યું છે.દુતીએ કહ્યું, અર્જુન અવોર્ડની ઓફિશિયલ જાહેર સુધીમાં નામ મોકલી શકાય છે.

દુતીએ  જકાર્તામાં બે મેડલ્સ જીત્યા. ત્યાર પછી હવે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં પણ મેડલ જીત્યો. ભવિષ્યમાં હું દેશ માટે વધારે મેડલ્સ જીતીશ. દુતીએ એશિયન જૂનિયર એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2014માં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. એશિયન ચેમ્પિયનશિપમાં તેના નામે ચાર કાંસ્ય પદક છે. ગયા વર્ષે દુતીએ એશિયન ગેમ્સમાં બે સિલ્વસ મેડલ જીત્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન