“લાલચ બુરી બલા છે ભાઇ” આ વાક્ય કદાચ હવે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં કંડક્ટરની ફરજ બજાવતા ચંદ્રકાન્ત પટેલને હવે બરોબર સમજાય ગઇ હશે કારણ કે ચંદ્રકાન્ત પટેલને ફક્ત 9 રૂપિયાની લાલચમાં ને લાલચમાં 15 લાખમાં ખોટ ખાવાનો વારો આવી ગયો છે.
ગુજરાત સરકારની માલિકાનીગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે STમાં બસ કંડક્ટરને લોભ લાગતા 9 રૂપિયા કમાવવા માટે તેની આવકમાંથી 15 લાખ રૂપિયા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે ઘટાડી નાખ્યા છે. બાલો હવે કંડક્ટર ચંદ્રકાન્ત પટેલ કહેતા હશે ને કે “લાલચ બુરી બલા છે ભાઇ”

વાત જાણે એમ છે કે કંડક્ટર ચંદ્રકાંત પટેલ વિરુદ્ધ ફરિયાદ મળતાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે તપાસ સમિતિની રચના કરી હતી. સમિતિએ ચંદ્રકાંતને દોષી ઠેરવ્યા પછી કોર્પોરેશન દ્વારા પટેલને સજા કરીને પટેલના હાલના પગાર ધોરણને બે તબક્કામાં ઘટાડવામાં આવ્યો છે. આવી રીતે, તેનો પગાર ધોરણ ઘણો નીચો થઇ ગયો છે. એટલું જ નહીં, STએ એમ પણ કહ્યું કે હવે તે સ્થાયી ધોરણે નિશ્ચિત પગાર પર તેની બાકીની નોકરી પૂર્ણ કરશે.

5 જુલાઈ, 2003ના રોજ ST બસમાં ચેકીંગ દરમ્યાન પટેલની બસમાંથી ટિકિટ વગરનો એક મુસાફર મળી આવ્યો હતો. મુસાફરે અધિકારીઓને કહ્યું કે તેણે કંડક્ટરને 9 રૂપિયા આપ્યા છે, પરંતુ તેણે ટિકિટ આપી નથી. આ પછી કંડક્ટર પટેલ સામે ખાતાકીય તપાસ કરવામાં આવી હતી. અને લગભગ એક મહિના પછી, પટેલને પગાર કાપીની સજા આપવામાં આવી હતી. પટેલ આ સજા સામે પ્રથમ ઔદ્યોગિક ટ્રાયબ્યુનલમાં ગયા અને પછી હાઇકોર્ટ ગયા. જો કે, બંનેએ STનો ફેસલો માન્ય રાખ્યો હતો. અને પટેલની અરજીઓને નકારવામાં આવી હતી.
હાઈકોર્ટમાં કંડક્ટર પટેલનાં વકિલ દ્વારા જણાવવામા આવ્યું હતું કે આ નાના ગુના માટે એક મોટી સજા છે. સંપૂર્ણ સેવા જોઈએ અને તેને કરવામા આવેલ દંડની રકમ જોઇએ તે આશરે રૂ .15 લાખની ખોટ પટેલે ભોગવવી પડશે. બીજી તરફ, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના વકીલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, આ પહેલા પણ કંડક્ટર પટેલે લગભગ 35 વાર હિસાબ કરવામાં ભૂલ કરી હતી. ઘણી વખત તેણે નજીવા દંડ અને ચેતવણી આપી જતું કરવામા આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
