છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગ થઇ રહ્યું છે અને તેમાં ભારતીય સેનાના 2 જવાનો શહીદ થયા છે, પાકિસ્તાન ફાયરિંગની આડમાં ભારતમાં આતંકવાદીઓને ઘૂસાડી રહ્યું હોવાનું સેનાને જાણવા મળ્યું હતુ,
જેથી 2 આતંકવાદીઓને ઘૂસણખોરી વખતે જ ઠાર કરી દેવામાં આવ્યાં છે, બાંદીપોરાના ગુરેજમાં બે પાકિસ્તાની ઘૂસણખોરી કરી રહ્યાં હતા ત્યારે તેઓ સેનાની ગોળીના નિશાન બન્યાં છે.
એલઓસી તંગધાર, બંગુસ અને ઉરીમાં પાકિસ્તાન તરફથી સિઝફાયરનું ઉલ્લંઘન કરીને સેનાનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ થયો હતો. કારણ કે તેઓ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરી શકે, પરંતુ પાકના નાપાક ઇરાદાની ભારતીય સેનાને ખબર પડી ગઇ હતી અને તેનો જડબાતોડ જવાબ આપી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
