Not Set/ ભારે કરી!! ભૂવાનુંં ભૂત રાજકોટમાં પણ ધુણ્યું, જોકે, અમદાવાદ આજે પણ અવલ્લ છે !

આરે ભારે કરી ભાઇ, આ ચોમાસામાં વરસાદને કારણે ભૂવાનું ભૂત રાજકોટમાં પણ ઘુણ્યુ હોવાનું સામે આવી રહ્યું છે. અને શહેરનાં ભારે ટ્રાફિકવાળો વિસ્તાર ગણવામાં આવતા લિંબડા ચોકમાં જ ભૂવાએ દેખા દેતા રાજકોટમાં તંત્રની નબળી કામગીરીનાં છીનાળા ખુલ્લા પડવા પામ્યા છે. રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ રોડ રસ્તા ધોવાઇ […]

Top Stories Gujarat Rajkot

આરે ભારે કરી ભાઇ, આ ચોમાસામાં વરસાદને કારણે ભૂવાનું ભૂત રાજકોટમાં પણ ઘુણ્યુ હોવાનું સામે આવી રહ્યું છે. અને શહેરનાં ભારે ટ્રાફિકવાળો વિસ્તાર ગણવામાં આવતા લિંબડા ચોકમાં જ ભૂવાએ દેખા દેતા રાજકોટમાં તંત્રની નબળી કામગીરીનાં છીનાળા ખુલ્લા પડવા પામ્યા છે. રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ રોડ રસ્તા ધોવાઇ ગયા હતા. તો રામકૃષ્ણનગર ખાતે આવેલ કન્સટ્રક્શન સાઇટમાં પાણી ભરાઇ ગયું હતું. પાણી ભરાવાને કારણે કામકાજ અટકી ગયું છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરીની લઇને અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અનેક જગ્યાએ પાણી ભરાવાને કારણે રોગચાળો ફાટી નિકળે તેવી લોકોમાં ભિતી દેખાઇ રહી છે.

ભૂવાનુંં ભૂત રાજકોટમાં પણ ધુણ્યું, જુઓ આ અહેવાલ…….

મેઘા ધમાકેદાર એન્ટ્રીથી રાજકોટના પોપટપરાનાં નાળા અને અતિ વૈભવી ગણાતા કાલાવડ રોડ પર મહિલા કોલેજનાં નાળામાં પાણી ભરાવવું તે રાજકોટીયન માટે મજાનો વિષય બની ગયો છે. ત્યારે આ વર્ષથી રોડ પર ભૂવા પડવાની શરૂઆત શહેર માટે નવી છે.

રાજકોટમાં અનેક જગ્યા પર પાણી ભરાયા, જુઓ આ અહેવાલ…….

ગમે તે કહો પણ રાજ્યભરમાં તો પણ ભૂવા પર સ્થાપિત હક તો અમદાવાજનો જ છે અને તે સાબિત પણ થઇ ગયું ભલે રાજકોટમાં પણ આ વખતે જોવા મળ્યા પણ તો પણ અમદાવાદ જેવો તો નહીં જ હો, હા વાત ભૂવાની જ થઇ રહી છે. અને અમદાવાદમાં પણ વરસાદની સાથે ભૂવા પડવાનો દોર પણ યથાવત્ છે. અમદાવાદનાં ભારે ભરચક વિસ્તાર જમાલપુરનાં બ્રિજનાં છેડે ભૂવો પડતા છે. ભૂવો પડવાનાં કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનવ્યવહાર થી વ્યસ્ત એવા બ્રિજ સાથે જોડાયેલો રોડ જ બેસી જતા અકસ્માતનો ભય પણ ઉભો થયો છે. તો ચાલવું ક્યાંથી તે પણ મોટો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે.

ભૂવા પર સ્થાપિત હક તો અમદાવાજનો જ છે, જુઓ આ અહેવાલ…….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.