Not Set/ બોલિવુડની અપકમિંગ ફિલ્મ ‘સાહો’ ની સાથે તેની ગેમ પણ થશે લોન્ચ

બોલિવુડની આગામી ફિલ્મ સાહોને લઇને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં બાહુબલી સ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂર જોવા મળશે. ફિલ્મ 30 ઓગષ્ટનાં રોજ રિલીઝ થવાની છે. અત્યાર સુધીમાં ફિલ્મનાં ટિઝરની સાથે ઘણા પોસ્ટર રિલીઝ થઇ ચુક્યા છે, વળી ફિલ્મનાં બે ગીતો પણ ધૂમ મચાવી રહ્યા છે. સાહો ફિલ્મને જોવા માટે […]

Entertainment

બોલિવુડની આગામી ફિલ્મ સાહોને લઇને લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં બાહુબલી સ્ટાર પ્રભાસ અને શ્રદ્ધા કપૂર જોવા મળશે. ફિલ્મ 30 ઓગષ્ટનાં રોજ રિલીઝ થવાની છે. અત્યાર સુધીમાં ફિલ્મનાં ટિઝરની સાથે ઘણા પોસ્ટર રિલીઝ થઇ ચુક્યા છે, વળી ફિલ્મનાં બે ગીતો પણ ધૂમ મચાવી રહ્યા છે.

સાહો ફિલ્મને જોવા માટે લોકોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સાહોનાં મેકર્સે ફિલ્મનાં ફેન્સને એક મોટી સરપ્રાઇઝ આપી છે. હવે ફિલ્મની સાથે-સાથે તેની ગેમને પણ લોન્ચ કરવામાં આવશે. ફિલ્મનાં મેકર્સે સોશિયલ મીડિયામાં તેના પોસ્ટર શેર કર્યા છે. સાહો ધ ગેમનાં આ પોસ્ટરમાં પ્રભાસની સામે ફાઇટર્સ બંદૂકો લઇને ઉભા દેખાય છે.

આ પહેલા સાહો ફિલ્મ તેના માત્ર 8 મિનિટનાં એક એક્શન સીનમાં 70 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા હોવા બાબતે વધુ ચર્ચામાં આવી હતી. ફિલ્મનાં સિનેમેટોગ્રાફર અનુસાર આ એક્શન સીન ઇતિહાસ રચે તેવુ હશે. કારણ કે પહેલીવાર કોઇ ફિલ્મનાં એક એક્શન સીનને શૂટ કરવામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેના કારણે ફિલ્મનું બજેટ પણ વધી ગયુ છે.

ફિલ્મનાં અન્ય કેરેક્ટરની વાત કરીએ તો, આ ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા સિવાય નીલ નિતિન મુકેશ, મંદિરા બેદી, ચંકી પાંડે, જેકી શ્રોફ, એવલિન શર્મા અને મહેશ માંજરેકર જેવા કલાકારો પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.