બોલિવુડનાં એક્ટર વિદ્યુત જામવાલની એક્શન ફિલ્મ જંગલી ને ચીનમાં ધ જૈકી ચેન ઇંટરનેશનલ ફિલ્મ વીકમાં બે એક્શન એવોર્ડ મળ્યા છે. ફિલ્મને સર્વશ્રેષ્ઠ એક્શન સીક્વેંસ કોરિયોગ્રાફર માટે એવોર્ડ મળ્યો છે અને તેની સાથે જ સર્વશ્રેષ્ઠ એક્શન પારિવારિક ફિલ્મ માટે સ્પેશલ જ્યૂરી એવોર્ડ મળ્યો છે.

વિદ્યુતે આ વિશે જણાવ્યું કે, ‘જ્યારે આપણે ભારતમાં કઇક કોરિયોગ્રાફ કરીએ છીએ ત્યારે તે ઘણુ મુશ્કિલ હોય છે કારણ કે જ્યારે પણ આપણે તેને કોઈ બીજાને બતાવીએ છીએ ત્યારે તે કહે છે કે ઓહ! જેકી ચેન તે કરી ચૂક્યો છે.’ તેથી અમારા માટે તે ખૂબ જ સમ્માનની વાત છે કે અમને જ્યૂરી સભ્યો દ્વારા સ્વીકૃત્તિ મળી.” આંતરરાષ્ટ્રીય આઇકોન જેકી ચેન અને જ્યૂરીનાં તમામ સભ્યોએ વિદ્યુત અને ફિલ્મની આખી ટીમનાં વખાણ કરતા તાડીઓ વગાડી હતી. ‘જંગલી’ ફિલ્મ એ માણસ અને હાથી વચ્ચેનાં અનોખા સંબંધની કહાની છે.

ફિલ્મની કહાની પશુચિકિત્સક રાજ નાયર (વિદ્યુત જામવાલ) ની છે. રાજ તેના પિતાનાં હાથીનું રક્ષણ કરવા માટે આગળ આવે છે. ફિલ્મમાં શિકારીઓ અહીં દાંત મેળવવા માટે હાથીઓને સતત મારતા હોય છે. ત્યારે રાજ તેમની સલામતી માટે સામે આવે છે અને એલિફંન્ટ સેવિયર બને છે. ચક રસેલનાં નિર્દેશનમાં બની, ‘જંગલી’માં શરૂઆતથી લઇને અંત સુધી ઘણા સારા મોમેન્ટ છે. ખાસ કરીને બીજા ભાગમાં, શ્રેષ્ઠ દ્રશ્યો જોવા મળે છે. કહાનીને પહેલા ભાગમાં સારી રીતે સ્થિર કરવામા આવી છે. ફિલ્મમાં દરેક પાત્રની લાક્ષણિકતાઓ જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
