ભારતે ત્રણ ટી-20 મેચની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝનાં સુપડા સાફ કરી દીધા છે. ભારતે મંગળવારે ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને સાત વિકેટથી હરાવી શ્રેણી પોતાના નામે કરી હતી. ભારતે પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમને ચાર વિકેટે પરાસ્ત કરી હતી જ્યારે વરસાદથી પ્રભાવિત બીજી મેચમાં ડકવર્થ લુઇસ નિયમ હેઠળ 22 રને જીત મેળવી હતી.
ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝની ધરતી પર આઠ વર્ષ બાદ ટી-20 શ્રેણી જીતી છે. અંતિમ વખત ભારતે 2011 માં વેસ્ટ ઇન્ડીઝમાં 1-0થી શ્રેણી જીતી હતી. ગુયાનાનાં પ્રોવિડેન્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ બેટિંગ કરતા ભારતનેે જીતવા માટે 147 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ભારતે 19.1 ઓવરમાં 3 વિકેટનાં નુકસાન પર 150 રન બનાવીને જીત મેળવી હતી.
રિષભ પંતની અણનમ ઇનિગ્સ
ભારત તરફથી રિષભ પંતે (અણનમ 65) સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 42 બોલમાં 4 ચોક્કા અને 4 છક્કા ફટકાર્યા હતા. રિષભ પંતનાં અણનમમ 65 રનનાં કારણે તે હવે આંતરરાષ્ટ્રીય ટી-20માં સૌથી વધુ રનની ઇનિગ્સ રમનાર ભારતીય વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. રિષભ પંત આ અડધી સદીથી આંતરરાષ્ટ્રીય ટી-20 માં 22 વર્ષની વયે પહેલી બે અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. તેની પહેલા કોઈ અન્ય ભારતીય ખેલાડી આવું કરી શક્યો નથી.
Rishabh Pant finishes it off in style!
That's that from Guyana as #TeamIndia win the third T20I by 7 wickets to clinch the three match T20I series 3-0 😎👏 pic.twitter.com/teSKCBtWBQ
— BCCI (@BCCI) August 6, 2019
વેસ્ટ ઇન્ડિઝે આપેલા લક્ષ્ય સુધી પહોચવા માટે ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેના ઓપનર શિખર ધવન (3) અને લોકેશ રાહુલ (20) જલ્દી જ પેવેલિયન પરત ફર્યા હતા. ધવન ઓશેન થોમસ દ્વારા બીજી ઓવરનાં અંતિમ બોલમાં આઉટ થયો હતો. ત્યારબાદ રાહુલ પણ વધુ સમય ટકી શક્યો નહીં અને પાંચમી ઓવરનાં ચોથા બોલ પર આઉટ થયો હતો. તેને ફેબિયન એલિયન દ્વારા સ્ટમ્પડ કરવામાં આવ્યો હતો. અહીંથી વિરાટ કોહલી (59) અને રિષભ પંતે મોરચો સંભાળ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 106 રનની નિર્ણાયક ભાગીદારી કરી હતી. જોકે, વિજય મેળવતા પહેલા કોહલી આઉટ થયો હતો. તે 18 મી ઓવરનાં બીજા બોલ પર થોમસનાં હાથે કેચ આઉટ થયો હતો. કોહલીની વિકેટ 133 નાં કુલ સ્કોર પર પડી હતી. આ પછી પંતે મનીષ પાંડે (અણનમ 2) ની સાથે અણનમ 17 રનની ભાગીદારીથી જીત મેળવી હતી. પંતે ભારત તરફથી વિજયી છક્કો ફટકાર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
